Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

ફાયનાન્સર અનંત તન્ના હની ટ્રેપ પ્રકરણ : તપાસ ક્યાં પહોંચી, ફરાર આરોપીઓ ગાયબ, કુછ તો ગળબળ હૈ કયા..!

ફરાર આરોપીઓ કેમ પકડાતા નથી, સેની રાહ જોવાય છે, કઈ અદ્રશ્ય શક્તિ આ ફરાર આરોપીઓ પાછળ કામ કરે છે..!

કચ્છ જિલ્લામાં બહુચર્ચિત ગાંધીધામના ફાયનાન્સર અનંત તન્નાને કથીત હની ટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયાની ખંડણી માગ્યાના ચકચારી કાંડમાં અગાઉ અબડાસાના માજી ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપમાં પકડાયેલા જયંતી ઠક્કર સહિત ચાર જણા પકડાઈ ચૂક્યા છે જેમાં વિનય રેલોન ઉર્ફે લાલોને જામીન મળી ગયા છે. હની ટ્રેપમાં સપડાયેલ મનાતી મહિલા ત્યારબાદ વિનય ઉર્ફે લાલો રેલોનની ધરરકડ બાદ જયંતિ ઠક્કર અને તેના ભાણેજ કુશલ ઠક્કરની પણ ધરપકડ થઈ ગયા બાદ મૂળ લઠેડીના મુંબઈ રહેતા રમેશ જોષી અને તેમના શંભુ જોશી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાના આદેશ બાદ રમેશ જોષીની તબિયત લથડતા તેમને પ્રથમ ભુજ અને ત્યારબાદ મુંબઈ સારવાર માટે ખસેડાયા બાદ લાંબો સમય થવા છતાં પણ ધરપકડ કેમ નથી કરાઇ. એની સાથે આ પ્રકરણમાં જેમની સંડોવણીનો આરોપ છે એવા ભચાઉના એક એડવોકેટ હરેશ કાંઠેચા, મનીષ નામના યુવાનનું નામ પણ ખુલી ચૂક્યું છે પરંતુ ફરાર આ ચાર આરોપીઓની ધડપકડ ન થતા આ પ્રકરણમાં રહસ્યના તાણા વાણા સર્જાયા છે લાંબા સમયથી ચકચારી આ પ્રકરણમાં વિનય રેલોન ઉર્ફે લાલાને જામીન પર કચ્છમાં પ્રવેશ બંધી સાથે મુક્ત કરાયો છે તો જેન્તી ઠક્કર અને કુશલ ઉર્ફે લાલા ઠક્કરની ધરપકડ થઈ ગઈ છે પરંતુ અન્ય ચાર આરોપીઓ કયા કારણે હજુ કાયદાના ગાળીયાથી દૂર રહ્યા છે. આ એક સવાલ થયા વિના રહેતો નથી, ત્યારે આ પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ ઊંડાણપૂર્વકની તપાસ કરે અને ફરાર આરોપીઓ શા કારણે નથી પકડાતા તેની સ્પષ્ટતા માંગે તો કંઈક ચોકાવનારો ખુલાસો થાય તે મનાય છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા બારોઇ વિસ્તારમાંથી પસાર થતી ગેસ પાઇપ લાઇનને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી

Kutch Kanoon And Crime

ભારતીય સેનાના ગરુડ જવાનો વાવાઝોડાની સંભવત ભયાનકતાના પગલે કચ્છમાં ઉતારાયા

ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા…

Leave a comment