અબડાસા લખપત દરિયા કિનારા વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં મળી આવતા ચરસના પેકેટો કબજે કરવાનો સિલસિલો ચાલુ છે તેની વચ્ચે આજે પશ્ચિમ કચ્છ SOG પોલીસને મળેલી બાતમીના આધારે અબડાસાના મોટી સિંધોડી ચાર રસ્તા પાસેથી મોટી સિંધોડીના બે યુવકો ભાવેશ કુવરજી કોળી અને મહેશ વેરશી કોળી નામના બંને યુવકોને પકડી પાડી તેમના કબજામાંથી 1,34,400/-ની કિંમતના ચરસનો એક પેકેટ કબજે કરાયો હતો. આ બંને યુવકો નવી નકોર સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ચરસનો પેકેટ લઇ સંભવત વેચાણ અર્થે જતા હતા ત્યારે SOG પોલીસને મળેલી બાતમીના આધારે અગાઉથી ગોઠવાયેલી વોચ દરમિયાન બંને યુવકો પકડાઈ ગયા હતા. SOG, P.I, શ્રી એમ. આર. બારોટ ASI જોરાવરસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, મદનસિંહ જાડેજા વગેરે આ ઓપરેશનમાં જોડાયા હતા. આ મામલે જખૌ પોલીસ મથકે બંને યુવકો સામે NDPS હેઠળ ગુનો નોંધી આગળની તપાસ જખૌ મરીન પોલીસને સોંપાઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334