રમેશ જોષીના આગોતરા જામીન ના મંજૂર…
સમગ્ર ગુજરાત અને ખાસ કરીને કચ્છ તેમજ કચ્છીઓને હચમચાવે તેવું કાંડ હની ટ્રેપ પ્રકરણ ઘણા સમયથી ફરિયાદ રૂપે ચર્ચામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તો અચાનક ઉગી નીકળેલા મોટા ગજાના બિલ્ડર એવા વિનય રેલોન ઉર્ફે “લાલો” ની ધરપકડ થઈ થોડા સમય જેલમાં વિતાવ્યા બાદ જામીન પર મુક્ત થયા, ત્યાર બાદ એક સમય ભલ ભલા રાજકારણી, ઉદ્યોગકાર અને ઓફિસરને પોતાના ફાર્મ હાઉસોમાં “ચીફ ગેસ્ટ” બનાવી “પાર્ટીઓ કરી” ગુલાબી જાળમાં ફસાવી ધાર્યું કામ કરાવનાર અબડાસાના માજી ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાના આરોપી એવા જયંતિ ઠક્કર અને હાલના કેશમાં આરોપી જયંતિ ઠક્કરના ભાણેજ કુશલ ઠક્કર ઉર્ફે “લાલા” ની ધરપકડ થયા બાદ હની ટ્રેપ કેશ આગળ ધપતા અનેક ચડાવ ઉતારના અંતે અનેકના ભવિષ્યની આગાહી આપી પોતાને કચ્છના લડવૈયા બનાવી કચ્છના જ વેપારીઓને શીશામાં ઉતારી કરોડો રૂપિયાનું “ડોનેશન” લઈ મજા આવે ત્યાં કૂદી પડનાર અને હવે “હની ટ્રેપ” અને “ખંડણી” પ્રકરણમાં શ્રી રમેશ જોશી સામે કાયદાનો સિકંજો કડક થતા સામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હોનહાર અધિકારી અને તેમની ટીમ સામે રૂઆબ બતાવી કચ્છ લડાયક મંચના લડવૈયા શ્રી રમેશ જોશી પોતાના બારે બાર અને છેલ્લે બચી ગયેલા “જોકર” પત્તા ખુલ્લા કરી નાખ્યા હતા. હવે વારો લોકલ ક્રાઇમ બ્રાન્ચનો, તો લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ એક પછી એક પત્તા ખોલતા કચ્છ લડાયક મંચના લડવૈયાની અચાનક નશો બંધ થઈ ગઈ અને તાત્કાલિક તેઓને સારવાર માટે પ્રથમ સ્થાનિક ભુજ અને ત્યાર બાદ મુંબઇ એર એમબ્યુલન્સથી લઈ જવાયું હતું. મુંબઈથી સારવારના બિછાનેથી પોતાની ભવિષ્યવાણી ભાળી ગયેલા લડવૈયા શ્રી રમેશ જોશી પોતાની ધરપકડ ન થાય તે માટે મેડિકલ સારવાર કરાવતા કરાવતા આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણીની તારીખ પે તારીખ બાદ આખરે શનિવારના સામ સામે દલીલો થઈ હતી અને કેશની ગંભીરતા તેમજ અનેક પુરાવાઓ હજી હસ્તગત કરવાના બાકી હોય આ કેશમાં આગોતરા આપવા યોગ્ય ન ગણાવી આઠમા અધિક શેશન્સ જજ ભૂજનાએ શ્રી રમેશ જોષીના આગોતરા જામીન ના મંજૂર કરતા તપાસ ટીમ માટે લડવૈયા રમેશ જોશીની ધરપકડનો માર્ગ મોકળો બનાવી નાખ્યો હતો. હવે સવાલ એ થાય છે કે જો અગર શ્રી રમેશ જોશી આરોપી નથી તો આગોતરા જામીન માટેની શા માટે અરજી કરી..? અગર આ કેશમાં શ્રી રમેશ જોષીનું કઈ લેવા દેવા નથી તો સ્થાનિક ચોથી જાગીર અમુક “વેંચાઊ માલ”ની કેમ ખરીદી કરી..? કેમ કે આ કેસને તો ચાર મહિના જેટલો સમય થવા આવ્યો છે અગર શ્રી રમેશ જોશી પોતાને કચ્છ લડાયક મંચના લડવૈયા કહી રહ્યા છે અને કચ્છ માટે કાઈ કરી છૂટવાની ભાવના તેમનામાં હોય તો અત્યાર સુધી કચ્છ માટે શું કર્યું છે..? કઈ કઈ મોટી સમસ્યાઓના નિકાલમાં આગળ આવ્યા છે..? સૂત્રો કહી રહ્યા છે કે અહી ફ્કત કોઈ “ટ્રેપ” કરી “કાંડ” સામે આવે મતલબ કે “નેગેટિવ પાશું” સામે આવે ત્યારે જ કચ્છ યાદ આવે છે અને ત્યારે જ વેપાર ચાલુ થાય અને સ્થાનિક “અમુક મિડીયા”થી લઈ સ્થાનિક નેતાઓ સુધી રૂપિયાની ચાદર પાથરવામાં આવે છે અને કચ્છને બદનામ કરવામાં આવે છે. સત્ય એ સત્ય જ છે શ્રી રમેશભાઈ રણછોડદાસ જોશી, કચ્છની આ સુરવિરોની ધરતી છે. કહાવત છે ને કે જેને જે કામ આવડે એમાં ધ્યાન આપવું જોઇએ..! બાકી કલાકારને ક્રિકેટર બનાવી દેવાથી તે સિક્સર નહિ મારી શકે..! તમે જે કાર્ય કરો છો એમાં ધ્યાન આપો પ્રજાનું ભલું કરો બાકી કાયદો કાયદાનું કામ કરશે જ.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334