આજે કચ્છના સિરક્રિક અને હરામીનારા વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનની માછીમાર બોટ હોવાની શંકા જતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફ જવાનોઅે એક પાકિસ્તાની બોટને આંતરિક તેમાંથી ત્રણ પાકિસ્તાન માછીમારોને પકડી પાડ્યા હતા જેમાં સૈયદ ગુલામ મૂર્તજા હસન મોહમ્મદ શાહ, બસીર જાવેદ અને અલી અકબર અબ્દુલ ગનીને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય પાકિસ્તાની માછીમારો ગેરકાયદેસર દરિયાઈ સીમા માં ઘુસણખોરી કરી હરામીનારા વિસ્તારમાં પહોંચી આવ્યા હતા આ પાકિસ્તાની માછીમારો સિરક્રિક વિસ્તારમાં આવી પહોંચ્યા બાદ તેમની બોટનું એન્જિન ખરાબ થઈ જતા ફસાઈ ગયા હતા તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને શંકા જતા ત્રણેય પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવાયા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334