આ કેમ્પમાં ૨૨૦/-જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં સેવા માટે આવેલ ભુજ નામાકીંત ડોકટરો ડો.સુરેશ વી. રૂડાણી, ડો. નેહલ પી. નાણાવટી, ડો.પન્નાબેન એસ. રૂડાણી, ડો.તેજ એસ. રૂડાણી તથા ડો. રીતીબેન મેહતા તથા ધ્રબ હોસ્પિટલમાં કાયમી સેવા બજાવતા ડો.પ્રકાશ ગોરફડ તમામ ડોક્ટરોએ સેવા આપી માર્ગદર્શન અને સારવાર આપી હતી. સંસ્થા તરફથી કેમ્પમાં સેવા આપવા આવેલ ડોકટરો તથા ગ્રામ પંચાયતના પદાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તુર્ક મેડીકલ ટ્રસ્ટ માટે નવી એમ્બુલન્સ માટે લોક ફાળો રૂ.૨,૦૫,૨૫૭/- તથા એમ્બ્યુલેન્સ ડોનેશન રૂ.૫,૧૧,૦૦૦/-ના મુખ્ય દાતા ગામના સરપંચપતિ શ્રી અસલમભાઈ તુર્કના હસ્તે નવી એમ્બ્યુલેન્સ હોસ્પિટલને લોકાર્પણ કરવામાં આવી. ઇમરજન્સી મેડીકલ ગ્રુપ ધ્રબ સમાજ તરફ થી રૂ.૨,૩૦,૩૩૧/- નું ચેક તુર્ક હાજી જુસબભાઈ અલીમામદ તથા હાજી હુસેનભાઈ દાઉદ તરફ થી દાન પેટે આપવામાં આવેલ અને હોસ્પિટલના ઓપરેશન થિયેટર માટે બે નવી એ.સી. મેમણ હનીફભાઈ તરફથી જાહેર કરવામાં આવેલ છે. ધ્રબ સમાજના બધા અગ્રણીઓ તુર્ક મેડીકલ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ ધ્રબ ગ્રામ પંચાયત ટીમ તથા આર.પી. ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ધ્રબ હોસ્પિટલ સ્ટાફ આ કેમ્પને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી હતી.
સ્ટોરી સમીર ગોર મુન્દ્રા દ્વારા – 7567376843
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334