Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

રાપર તાલુકાના લાખાગઢ ગામે લગ્નના માંડવે ધીંગાણું ભાજપના ગાંધીધામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પતિની હત્યા

રાપર તાલુકાના લાખાગઢ ગામે પલાસવાથી ગયેલી જાન પર હિચકારો હુમલો થતા ભાજપના અગ્રણી નેતા અને ગાંધીધામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના પતિની હત્યા થઈ જતા પૂર્વ કચ્છ સહિત કચ્છભરમાં ચકચાર મચી ગઇ છે મરણ જનાર દલપતભાઈ સોલંકી ભાજપના અગ્રણી કાર્યકર ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયતની મીઠીરોહર સીટના સદસ્ય અને તાલુકા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન મીઠીબેન સોલંકીના પતિ થતા હતા આજે સાંજે બનેલી હિચકારી હુમલા સાથેની હત્યાની આ ઘટનાના પગલે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઇ ગઇ છે. પૂર્વ કચ્છમાં સામખીયાળી ખાતે ટોલનાકા નજીક એક કિન્નરની બપોરે રહસ્યમય હત્યા થયાની ઘટના બાદ સાંજે લાખાગઢ ગામે લગ્નની જાન પર હુમલા સાથે બનેલી હત્યાની ઘટના એ પૂર્વ કચ્છ પોલીસને દોડતી કરી દીધી છે હુમલાની આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાખાગઢ ગામે દોડી ગયા છે. હુમલા સાથે હત્યાની આ ઘટના પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું માનવામાં આવે છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હાલ તુરંત લાખાગઢ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. છેલ્લી મળતી માહિતી પ્રમાણે મરણ જનાર દલપતભાઈ વ્યવસાય શિક્ષક હતા.

પ્રકાશિત – નિતેશ ગોર : 98258423354

Related posts

“કોવીડ મહામારીમાં માનવતાના મશીહારૂપ હેલો સખીના કર્મવીરંગાનાઓને સો સો સલામ”

પૂર્વ કચ્છમાં લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અધિકારીઓની ફૂટ પેટ્રોલિંગ

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટસ એન્ડ Sez લિમિટેડે રૂ.12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

Kutch Kanoon And Crime

Leave a comment