Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

કચ્છમાં અમુક માઇકધારી મીડિયાના મજૂરોથી સાવધાન થવાનો સમય આવી ગયો છે

કચ્છમાં છેલ્લા ઘણા સમયથી માઇક ધારી મજૂરો (ભુંગરા) વધી ગયા છે જેનો રેકર્ડ તંત્ર પાસે અગર ન હોય તો તેઓની ગતિવિધિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે. સવાર પડતાંની સાથે મજૂરોની જેમ નીકળી પડતા માઇક ધારી મીડિયા મજૂરો દિવસ ઉગતાની સાથે મજૂરી (શિકાર) શોધવા નીકળી પડે છે કોઈને ઉતારી પાડવું કે કોઈને ચણાના ઝાડ પર ચડાવી દેવું તે આ માઇક ધારી મીડિયા મજૂરોની મજૂરીનો મુખ્ય લક્ષ્ય હોય છે જેને સેલ્યુટ મારવાનો સૌ કોઈને મન થઈ જાય, કેમ કે એવા એવા શબ્દોથી ભીત વગર ચિત્ર બનાવી નાખે છે જેને પ્રથમતો સૌ લોકો સાચું જ માની લેતા હોય છે પરંતુ ધીમે ધીમે આવા માઇક ધારી મજૂરોની અગર જો મજૂરી ન મળે તો પોતાની છબી પાધરી કરતા પણ શરમાતા નથી આવા માઇક ધારી મજૂરો, હવે તો આવા માઇક ધારી મજૂરોને મીડિયા ગ્રુપ તો નહિ પણ મીડિયા ગેંગ કહેવામાં પણ વાંધો ન આવે તેવી ચર્ચાઓ માઇક ધારી મજૂરોની ઠેક ઠેકાણે થવા લાગી છે. માઇક ધારી મજૂરો એટલા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે દાયકા પહેલા પત્રકારિતા એક સમાજ સેવા અને ન્યાય માટેનો માધ્યમ હતો લોકો ન્યાય માટે છેલે મીડિયા સમક્ષ આવતા જેને તંત્ર પણ નોંધ લેવા મજબૂર થઈ જતું હતું. પરંતુ હાલ આવા માઇક ધારી મજૂરો જેને કોઈ ધંધો ન ફાવતો હોય (ભારતમાં વાણી સ્વતંત્રતાના હકો મળ્યા છે એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યાં ગમે તે બફાટ કાઢી શકો..!?) તે પત્રકારિતા સાથે જોડાઈ જાય અને જ્યાં જ્યાં રોડ રસ્તા કે ગટરનાં કામો કે ક્યાંક સરકારના વિકાસના કામો અથવા કોઈ વ્યક્તિગત બાંધકામો થતા હોય ત્યાં આવા માઇક ધારી મજૂરો ગેંગ બનાવી પહોંચી જાય અને પોતાની મજૂરીના ભાગે મજૂરી ચાલુ કરી વિડિયાઓ બનાવે અને ક્યાંક અગર ઠેકેદાર દ્વારા થોડી ઘણી ક્ષતિ અગર જાણતા અજાણતા રહી ગઈ હોય તો પછી આવા માઈકધારી મજૂરો માઈકમાં ગળો ફાડી નાખી તેવી રાડા રાડ ચાલુ કરી નાખે અને જો ત્યાં અગર આવા માઇકધારી મજૂરોની મજૂરી મળી જાય તો…

મજૂરો તો હજી હક અને મહેનતનું ખાય છે પરંતુ આવા માઇક ધારી મીડિયા મજૂરો તો, તમે પણ અવાચક થઈ જાઓ તેવાઓનું ખાઈ કરીને ઓડકારના પણ પૈસા (કવર/શુભેચ્છા) લઈ લેતા હોય છે વાહ માઇક ધારી મજૂરો તમારા નીતિ નિયમો…

વા શું કામ ચાલુ છે…!
આવા ઠેકેદાર બહુ સારું કામ કરી રહ્યા છે…!
આવા ઠેકેદારો થકી સારી ગુણવત્તાનું કામ થાય છે…!
આવા આવા શબ્દોથી નવાજી દેવામાં આવે જેને સાંભળી આપણને પણ સેલ્યુટ મારવાનો મન થઇ જાય, પરંતુ સત્ય એ સત્ય છે. આજ નહિ તો કાલ પાધરું તો થઈ જ જાય છે.
મોડાસઓપરેન્ટી : આવા માઇક્ધારી મીડિયા ગેંગો દ્વારા કોઈ એક વ્યક્તિને અરજદાર બનાવી RTI કરાવવામા આવે છે ત્યાર બાદ આવા વ્યક્તિ અરજદાર પાસે માઈક્ધારી મીડ્યા ઇન્ટરવ્યૂ લે છે અને પછી એ ન્યૂઝ ક્લિપ જે તે જેના વિરુદ્ધ અરજી RTI કરાઈ હોય તેને સેન્ડ કરાય છે સેન્ડ કર્યા પછી જો એ વ્યક્તિ સમજી જાય તો ઠીક છે નહિ તો ગ્રુપોમાં વાયરલ કરી તેને બદનામ કરવામાં આવે છે. આવી મોડાસઓપરેન્ટી વાપરી આવા માઈકધારી મીડિયા મજૂરોની ગેંગો ફૂલી ફાલી રહી છે.

નોંધ : કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે જેની ગંભીરતા સમજી તંત્ર પણ કડક બને તેવી માંગ વર્ષોથી મીડિયા સાથે સંકળાયેલા સિનિયર પત્રકારો પણ કરી રહ્યા છે. હાલ અમુક માઇક ધારી મીડિયાના લીધે મીડિયાની છબી થોડી ઘણી ખરડાઈ રહી છે જેની તંત્ર દ્વારા નોંધ લઇ આવા માઇક ધારી મીડિયા મજૂરોના દરરોજના હલન ચલન પર ધ્યાન કેન્દ્રિત કરી જો ક્યાંક ગડબડ જણાય તો કાયદેસરના પગલા લેવા જોઈયે. તો અગર કોઈ આવા માઇક ધારી મીડિયાના મજૂરોનો ભોગ બન્યા છો તો તમે પણ સામે આવી અવાજ ઉઠાવશો તો આવનાર ભવિષ્યમાં કચ્છને નુકસાની નહી થાય.

 

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

જખૌ દરિયાકાંઠા નિર્જન લુણા બેટ પરથી વધુ ત્રણ પેકેટ માદક પદાર્થના મળ્યા

Kutch Kanoon And Crime

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

વાગડ વિસ્તારના રાપર ખાતે ધારાશાસ્ત્રીની થયેલી હત્યા મામલે SITની રચના

Kutch Kanoon And Crime

Leave a comment