કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લા બોર્ડર રેન્જ આ.જી.શ્રી જે.આર.મોથલીયાની પ્રસંશનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ જાહેર કરાતા કચ્છ પોલીસ પ્રશાસનમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને શ્રી મોથલીયાને ઠેરઠેરથી અભિનંદન મળવા લાગ્યા છે. આવતીકાલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રશંસનીય અને શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ પોલીસ મેડલ જાહેર કરાયા છે જેમા કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જના આઈ.જી શ્રી જે.આર મોથલીયાનો પણ સમાવેશ થાય છે. શ્રી મોથલીયાને ગુજરાત પોલીસમાં પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પોલીસ મેડલ જાહેર થતા પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334