Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

કોઠારા પોલીસ કર્મચારીના મોત માટે જવાબદાર બનેલ સગીર બાઇક ચાલકના વાલી સામે ગુનો કેમ ન નોંધાય…?

અબડાસા તાલુકાના કોઠારા માંડવી રોડ પર તુતરા ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન એક પોલીસ કર્મચારીના જીવનો ભોગ લેનાર બાઈક ચાલક પકડાઈ ગયો છે આ સગીર બાઈક ચાલક પાસે ટુ વ્હીલર ચલાવવાનું લાયસન્સ પણ ન હતું ત્યારે અનેક સવાલ થયા વિના રહેતા નથી. કોઠારા પોલીસ સ્ટેશનના કર્મચારી પ્રવીણ ફુલીયાના મોતનું કારણ બનેલ પલ્સર બાઈક મુંબઈ પાર્સિંગની છે એટલે આ બાઈક કોની હતી અને તેનો વીમો ચાલુ છે કે કેમ આ પ્રથમ સવાલ ઊભો થાય છે. બીજો સવાલ એ થાય છે કે આરોપી બાઇક ચાલક સગીર છે તેની પાસે ટુ વ્હીલર વાહન ચલાવવાનો લાયસન્સ પણ નથી છતાં તેને બાઈક ચલાવવા માટે અપાઇ તો તેના માટે જવાબદાર કોણ..? ગુજરાતમાં વાહન વ્યવહાર એક્ટ પ્રમાણે લાઇસન્સ ના હોવા છતાં વાહન ચાલકના વાલી કે અન્ય કોઈ વ્યક્તિ વાહન ચલાવવા આપે તો એ વાહન ચલાવવા આપનાર સામે પણ ગુનો બને છે તેમાં પણ આ આરોપી તો સગીર છે તેને પલ્સર બાઈક ચલાવવા આપનાર તેના વાલી કે તેના માટે જવાબદાર જે હોય તેની સામે ગુનો બને છે આ ઘટનામાં આરોપી સામે સઅપરાધ માનવ વધ સહિતની આકરી કલમો ભલે લગાવાઇ છે પરંતુ આરોપી સગીર છે એ ભૂલવું ન જોઈએ ખરેખર જવાબદાર તો તેને બાઈક ચલાવવા આપનાર તેના વાલી કે જે હોય તે છે ત્યારે ખરેખર મૃતક પોલીસ કર્મચારીના પરિવારને ન્યાય અપાવવો હોય તો સગીર આરોપી ને બાઈક ચલાવવા આપનાર સામે ગુનો દાખલ કરી પોલીસે ઉદાહરણ બેસાડવુ જોઇએ. માત્ર એક આશાસ્પદ પોલીસ કર્મચારીનો જીવ લેનાર સગીર આરોપીને પકડી પાડયાથી સંતોષ માની લેવું ના જોઈએ.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

વાગડ વિસ્તારના રાપર ખાતે ધારાશાસ્ત્રીની થયેલી હત્યા મામલે SITની રચના

Kutch Kanoon And Crime

આવું થઈ શકે છે…!? શું… પરષોતમ રૂપાલા નામાંકન પત્ર પરત ખેંચી લેશે..!!?

Kutch Kanoon And Crime

ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપનીના પ્રાંગણમાં દીવાળીના તહેવાર નિમિતે “રંગોળી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

Leave a comment