Kutch Kanoon And Crime
Breaking NewsAnjarGujaratKutchSpecial Story

વાહ તમે તો મુખ્યમંત્રીશ્રીને પણ બનાવી નાખો છો..! અંજારના કળશ સર્કલ પાસેના રોડમાં વર્ષો પહેલા પડેલ ખાડા ઉપર ડામરની ચાદર ઓઢાડવામા આવી

5’મી ઓગસ્ટે ક્ચ્છ પધારતા મુખ્યમંત્રીશ્રી અંજાર નજીક ગોવર્ધન પર્વત પાસે નવી બનાવેલ આહીર કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગ આવવાના હોવાથી અંજાર શહેર મધ્યે આવેલ કળશ સર્કલથી જ્યાં મુખ્યમંત્રીશ્રીનો પ્રોગ્રામ છે તે સ્થળ સુધી રોડને નવા વાગા પહેરાવવામાં આવ્યા છે. વર્ષોથી પડેલ ખાડાઓનું ગતિશીલ ગુજરાતના રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ અચાનક યુદ્ધના ધોરણે કાર્ય શરુ કરવામા આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમા કુતુહલ જોવા મળ્યું હતું. તેમજ મનોમન કહેવા લાગ્યા હતા કે, જો વર્ષમા એકાદ વાર મુખ્યમંત્રી દ્વારા લટાર મારવામાં આવે તો આવા તૂટેલા ફૂટેલા રોડ રસ્તા અને અમુક સમસ્યાનો અંત આવી શકે તેમ છે. 21’મી વરસી  વીતી ગઈ છતાં કાચબાની ગતીએ ચાલતું વીર બાળભૂમિ સ્મારકનું કાર્ય મુખ્યમંત્રીશ્રી પૂર્ણ કરાવે તેમજ અંજાર બાયપાસ નાગલપરથી સાપેડા તરફ અટકેલા રોડનું કાર્ય હાથ ધરવામા આવે જેથી અંજાર શહેરમાંથી પસાર થતા વાહન ચાલકોને કંઈક સુવિધા મળે તેમ છે.

અહેવાલ દિનેશ જોગી – અંજાર

પ્રકાશિત નિતેર ગોર – 9825842334

Related posts

નખત્રાણાના સાયરા સુખસાણ ગામની સીમમાં માધાપરના યુવાનની તેની પ્રેમિકાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ..

કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પદ પરથી આખરે રાજીનામું…

ભુજ નજીક રિસોર્ટમાં અમદાવાદની યુવતી સાથે કથિત દુષ્કર્મ અને શકદાર આરોપી યુવાનની છેક દેસલપર નજીક ગળે ફાંસો ખાધેલી લાશ મળી આવવી શું હની ટ્રેપ તો નહીં હોય ને…?

Kutch Kanoon And Crime

Leave a comment