ભુજના ભીડ નાકા પાસે આવેલ એતિહાસિક દેશલસર તળાવમાં વર્ષોથી ગંદુ ગટરનું પાણી ભરાતું હતું જેને જોઈ આસ પાસના રહેવાસીઓ દ્વારા ભૂજ નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કર્યા બાદ આખરે આ ઐતિહાસિક તળાવની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એ સફાઈ ભુજના અબ્દુલ જુશબ કુંભારે જે.સી.બી. અને હિટાચીની મદદથી હાથ ધરવામાં આવી છે દેશલસર તળાવની સફાઈ થોડા દિવસોમાં થઈ જશે જેથી ભુજના ભીડ વિસ્તારનો નજારો રમણીય અને સુંદર લાગશે તેવું અબ્દુલભાઇ કુંભાર દ્વારા જણાવાયું હતું.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334