માંડવી તાલુકાના ભાડઇ ગામના તલાટી સહમંત્રી એક અરજદાર પાસેથી વારસાઇ નોંધ પાડવાના બદલામાં રૂપિયા ૬૦ હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ અંગેની મળતી સત્તાવાર માહિતી પ્રમાણે માંડવી તાલુકાના ભાડઇ ગામના એક અરજદારે પોતાની જમીન વેચી હોય સંબંધિત જમીનમાં વારસાઇ નોંધ પાડવા ગ્રામ પંચાયતના તલાટી પાસે માગણી કરી હતી આ અંગે ગ્રામ પંચાયતના તલાટી રાહુલ ઉમિયાશંકર રમણાએ રૂપિયા ૬૦ હજારની માંગણી કરેલ પરંતુ સંબંધિત અરજદાર આ રકમ આપવા તૈયાર ન હોય તેમણે બોર્ડર રેન્જ એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક કે.એસ. ગોહિલનો સંપર્ક સાધી ફરિયાદ આપતા શ્રી ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ ભુજ એન્ટીકરપ્શન બ્યુરોના પી.આઈ., પી.કે.પટેલના માર્ગદર્શન પ્રમાણે ફરિયાદીએ આ રકમ આપવાની નક્કી કરતા ટ્રેપ ગોઠવાઈ હતી એ અનુસંધાને આરોપી તલાટી સહમંત્રી રાહુલભાઈ રમણાએ ભાડઇ ધોકળા રોડ પર ફરિયાદી પાસેથી રૂપિયા ૬૦ હજારની રોકડ રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. તલાટી સહમંત્રી લાંચ કેસમાં પકડાઈ જતા કચ્છના તલાટી સહમંત્રી કર્મચારીઓમાં સનસનાટી મચી ગઇ છે.
અહેવાલ : સુનિલ મોતા માંડવી દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334