Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

નાસિકના જયખેડા ગામના હત્યા અને લૂંટના ગુનાને અંજામ આપી નાસી ગયેલા બે ખૂંખાર આરોપી મુન્દ્રાના પત્રી ગામની સીમમાંથી ઝડપાયા

નાસિક જિલ્લાના જયખેડા પોલીસ સ્ટેશનમાં હત્યા અને ખૂનના નોંધાયેલા ગુનામાં ફરાર થઈ ગયેલા બે આરોપી કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં આવ્યાની બાતમીના પગલે બોર્ડર રેન્જ આઈ.જી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસે ખૂન અને લૂંટના બંને આરોપીઓને પકડી પાડયા હતા. પકડાયેલ આરોપી સુરેશ બાપુ કાપડનીશ અને સંદીપ ગોમા માળી નામના બે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જયખેડા પોલીસ સ્ટેશનમાં નોંધયેલ હત્યા અને લૂંટના ગુના આરોપીઓ પત્રી ગામની સીમમાં હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ અધિક્ષક અને આઈ.જી. દ્વારા સૂચના અપાયા બાદ મુન્દ્રા પી.આઈ., એમ.આર. બારોટ અને તેમની ટીમે બંને આરોપીઓને પત્રી ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓની ધરપકડ બાદ નાસીક જીલ્લા પોલીસને જાણ કરાતાં નાસિક પોલીસની ટીમ બને આરોપીનો કબ્જો લેવા અહીં આવવા રવાના થઇ છે. આ કામગીરીમાં મુન્દ્રા પી.આઈ., એમ. આર.બારોટ, પો.હેડ. કોન્સ. મહાવીરસિંહ ડી. જાડેજા, મહિતપસિંહ વી. વાઘેલા, પો. કોન્સ. દર્શનભાઈ રઘુભાઈ, સિદ્ધરાજસિંહ રાણાજી ગોહિલ સાથે રહ્યા હતા.

અહેવાલ સમીર ગોર – મુન્દ્રા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

જીંદાલ કંપનીમાં કામ કરતા ઓડીસાના શખ્સે ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી

Kutch Kanoon And Crime

લગ્નની લાલચ આપી શારીરિક ભૂખ સંતોષી દગો આપનાર આશીફ અબ્દુલા લોઢિયાને પોલીસે પકડી પડ્યો

Kutch Kanoon And Crime

સાવધાન સરકાર…જો જો સિંધોડી મોટી ગામને હિજરત કરવા મજબૂર ન થવું પડે..!!?

Kutch Kanoon And Crime

Leave a comment