(કોરોનાકાળમાં પ્રાણવાયુના ફાંફા વચ્ચે માનવતા મરી પરવારી)
ગાંધીધામ ખાતે પીએસએલ કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક ત્રણ વર્ષની માસૂમ બાળકી ગુમ થયા બાદ આ બાળકી આજે સવારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઇ છે. મરનાર માસુમ બાળકી ગુમ થયાની પોલીસમાં નોંધ પછી શોધખોળ દરમિયાન આજે સવારે કાર્ગો ઝુંપડા વિસ્તારના હાઇવે પાસેની ઝાડીઓમાંથી સંબંધિત મૃતક બાળકી નગ્નાવસ્થામાં મૃત હાલતમાં મળી આવી હતી. તેણીને ગળા પર ગંભીર ઇજાઓ જણાઈ આવી છે સંબંધિત મૃતક બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે આ બાળકીને એક અજાણ્યો પાતળા બાંધાનો યુવક લઈ ગયો હોવાનું કેટલાક નજરે જોનારાઆેએ જણાવતા આ અંગેની વિશેષ તપાસ હાથ ધરાઇ છે. આ ઘટનાએ ગાંધીધામ-આદિપુર સંકુલમાં સનસનાટી સાથે અરેરાટી ફેલાવી દીધી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે તો આ ઘટનાની જાણ થતાં ગાંધીધામ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ઘટનાની તપાસ હાથ ધરાઇ છે.
અહેવાલ : અંજાર બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334