જ્યારે આવતી કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કચ્છની પાવન ધરતી પર આવી રહ્યા છે ત્યારે આજે તેની પૂર્વ સંધ્યાએ વિનોદભાઈ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રંક પરિવારોની વચ્ચે જઈ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કચ્છમાં કડકડતી ઠંડીનું પ્રમાણ વધી રહ્યો છે ત્યારે હમીરસર તળાવની આસપાસ ઝૂંપડાંમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને શિયાળા સામે રક્ષણ મળે તે હેતુસર હોટેલ લેક વ્યું પાસે યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે જરૂરિયાતમંદ પરિવારોને ચંપલ, બ્લેન્કેટ અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ સાથે ભુજ નગપાલિકાના ઉપપ્રમુખ રામભાઇ ગઢવી, ચેરમેન ભરતભાઈ રાણા, ધિરેનભાઈ ઠકકર હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન વિનોદ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા કરવામાં આવ્યું હતું,જેમાં ક્લબના મેમ્બર દીપક સીજુ સાથે રવિ વારસુર, કોમલ ઝાલા, સપના માંગેલા,હિમાંશી કેરાઈ, હર્ષાલી માંગેલા, લક્કિરાજ સોઢા, દિપરાજ ગઢવી, જીગર છાયા, સાવન ચૌહાણ વગેરે જોડાયા હતાં.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334