Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા નગરપાલિકા ચૂંટણીનું મનદુઃખ : ભાજપના કાઉન્સિલર સહિત ચાર જણા ઘાયલ

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પર હુમલો કરાતા રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે. હુમલાના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતા. આ અંગેની વિગતો એવી છે કે, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નં.પના નગર સેવક હરી વિરમ ગોહિલ પર હુમલાની ઘટનાને પગલે રાજકીય બેડામાં ચકચાર મચી જવા પામી હતી. હુમલામાં ઘાયલ થયેલ હરી વિરમ ગોહિલ સહિતનાઓને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ છે. સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ હરી વિરમ ગોહિલે વિગતો આપતા જણાવ્યું કે, અમે ઘરે સગાઈ પ્રસંગમાં રોકાયેલા હતા તે દરમિયાન ડાયાલાલ ગોહિલ અને તેની સાથેના ૩૦ થી ૩પ લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. હુમલામાં સુરેશ કેશા ગોહિલ, સુનિલ કરશન ગોહિલ, હરેશ હરી ગોહિલ, દિનેશ લાખા દાફડા સહિતનાઓને ઈજા પહોંચી છે. મુન્દ્રા નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાબતેનું મનદુઃખ રાખી ડાયાલાલ ગોહિલ અને તેના સાથીદારો દ્વારા આ હુમલ કરાયો હોવાનું હરી વિરમ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું હતું.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભચાઉના મનફરા બાદ હવે અબડાસાના વાયોર ગોલાય વિસ્તારમાં બે સસલાનો શિકાર કરનાર 10 ઈસમો ઝડપાયા

Kutch Kanoon And Crime

જખૌ દરિયાકાંઠા નિર્જન લુણા બેટ પરથી વધુ ત્રણ પેકેટ માદક પદાર્થના મળ્યા

Kutch Kanoon And Crime

અબડાસાના હરીપર ગામે વૃદ્ધની હત્યા કરનાર આરોપીની ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment