બનાસકાંઠાના સિદ્ધપુર ખાતે રહેતા મૂળ ખેરાલુ તાલુકાના લુણવા ગામના ઈસમને રૂપિયા ૪૫ લાખની ઉપજાવી કાઢેલી ખોટી ફરિયાદ ભારે પડી હતી અને અન્ય ઈસમને લૂંટની ખોટી ફરિયાદમાં ફસાવવા જતાં ખુદ ફરિયાદી ફસાઈ ગયો હતો. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે મૂળ ખેરાલુ તાલુકાના લુણવા ગામનો પરંતુ સિધ્ધપુર રહેતો પ્રકાશ નાગજી રબારી નામના યુવકે સિદ્ધપુર પોલીસ મથકે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાને ધંધામાં નાણાંની જરૂરિયાત હોઇ પોતાના ભાઈ પાસેથી રૂપિયા ૪૫ લાખ લઈ ધંધાના સ્થળે પોતાના ઘરેથી તાવડીયા ચોકડી પાસે સિદ્ધાર્થ હોટેલ નજીક પાર્લરમાં જતો હતો ત્યારે સુરજ ઠાકોર અને તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ સાથે મળી માર મારી રૂપિયા ૪૫ લાખ ભરેલ થેલો લઈ નાસી ગયેલ છે આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરતા શંકાસ્પદ હકીકત જણાતા અને રૂપિયા ૪૫ લાખ ભાઈ પાસેથી મેળવ્યાનો તાળો ન મળતા ઊંડાણપૂર્વકની ફરિયાદીની તપાસ દરમિયાન આ ફરિયાદ ખોટી હોવાનું અને પોલીસને ગેરમાર્ગે દોરી સુરજ ઠાકોરને ફસાવી દેવાનું ષડયંત્ર હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ફરિયાદી પ્રકાશ રબારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. ચિરાગ ગોસાઈ, પી.એસ.આઈ., પી.એસ. ગોસ્વામી, જે.આર. શુકલા, એ.એસ.આઈ., દિવાનજી સુરસંગજી, ભાણજીજી સુરજજી, પો.હેડ.કોન્સ., વિજયસિંહ બળવંતજી, પો.કોન્સ., મનુભાઈ કરશનભાઈ, અશોકકુમાર લક્ષ્મણભાઇ, છત્રસંગ આલસંગજી વેગેરે સિદ્ધપુર પોલીસ સ્ટેશન સ્ટાફ જોડાયું હતું.
અહેવાલ : આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334