Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલી ચોરીનો આંક ૩.૪૨ લાખ

(અંદાજિત ૨૦થી ૨૨ કિલોચાં દીના આભૂષણો ચોરાયા)

અબડાસાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પિંગલેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો આંક ૩.૪૨ લાખ પર પહોંચ્યો છે ચોરીને અંજામ આપનાર સી.સી.ટી.વી.માં કેદ થયેલા બે યુવકો ૨૦થી ૨૨ કિલો વજનના ચાંદીના આભૂષણો ચોરી ગયાનુ સ્પષ્ટ થાય છે. આજે સવારે વિધિવત રીતે જખૌ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે મોડી રાત્રે ત્રાટકેલા બે યુવકો મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીના છત્રો ઉપરાંત શિવલિંગ પર ચડાયેલ શેષનાગ, ચાંદીનો કળશ, ચાંદીના ત્રિશૂળ વગેરે મળી ૨૦ થી ૨૨ કિલો વજનના ચાંદીના આભૂષણો ચોરી ગયા છે.

જેની કિંમત ૩.૪૨ લાખ થવા જાય છે ચોરીની આ ઘટનાની તપાસ ઇન્ચાર્જ પી.આઇ., ઈશરાણી ચલાવી રહ્યા છે. દરમિયાન આટલી મોટી ચોરીને અંજામ આપનાર બંને શકમંદોની સી.સી.ટી.વી. માં કેદ થયા છે અને આ બંને શખ્સો કોઈ વાહનથી આવ્યાની શક્યતા નકારી શકાતી નથી કારણ કે ૨૦ થી ૨૨ કિલો જેટલું વજન અને શેષનાગ ત્રિશુલ જેવી વસ્તુઓ પગપાળા લઈને જવું કોઈ જોખમ કરે નહીં તેથી આ શકમંદો કોઈપણ વાહન લઈને જ આવ્યાની શક્યતા છે ઉપરાંત સી.સી.ટી.વી.માં કેદ થયેલા બને શખ્સો વ્યવસ્થિત દેખાય છે તેથી તેઓ આ મંદિરથી સંપૂર્ણ વાકેફ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી તો બીજી તરફ આ ચોરીનો ભેદ પણ ટૂંકા ગાળામાં ખુલી જવાની આશા પણ પોલીસને દેખાઈ રહી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છનું નામ રોશન કરતાં ડો. અંકિત જાની ઇંગ્લેન્ડમાં સેવા આપી રહ્યા છે

Kutch Kanoon And Crime

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન

Kutch Kanoon And Crime

ભુજ નજીકના માધાપર ગામે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નાકામ પ્રયાસ

Leave a comment