Kutch Kanoon And Crime
GujaratKutchMandviSpecial Story

મસ્કા ગ્રામ પંચાયતમાં ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે દર ત્રણ મહિને મેડીકલ કેમ્પ યોજાય છે

મસ્કા ગામે મસ્કા ગ્રામપંચાયત દ્વારા રેડ ક્રોસ સંસ્થાના સહયોગથી ખાસ માતાઓ બહેનો માટે હિમોગ્લોબિન ટેસ્ટીંગ કેમ્પનું આયોજન રાજગોર સમાજ વાડી મધ્યે તાલુકા પંચાયતના સદસ્યા શિલ્પાબેન નાથાણીના અધ્યક્ષથાનેથી કરાયું હતું. જેમાં રિપોર્ટ આવી ગયા બાદ જે બહેનોને લોહીની કમી ના લીધે થતી અનેક તકલીફ દૂર કરવા હિમોગ્લોબીન વધારવાની આર્યન અને ફોલીક એસીડની ગોળીઓનો કોર્ષ રિપોર્ટ સહિત એમના ધેર ધેર જઈ નિશુલ્ક આપવામાં આવ્યું હતું.

મસ્કા ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોના સ્વાસ્થય માટે દર ત્રણ મહિને અલગ અલગ સંસ્થાઓ સાથે રહી મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે આ શુભ કાર્યમાં રેડ ક્રોસના ચેરમેન શ્રી અરૂણભાઇ જૈનના માર્ગ દર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો. તુષાર ઠક્કર મિલનભાઈ મહેતા લેબ ટેકનીશ્યન હિતેશભાઈ ઠક્કર, પ્રીતિબેન મોતા, તક્ષક નાથાણી, હિરેન મોતા, કિરણ મહેશ્વરી, વિજયસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહી સેવા આપી હતી. તેવું ગામના યુવાન સરપંચ કિર્તીભાઇ ગોરની યાદીમાં જણાવ્યું હતું.

અહેવાલ : સુનિલ મોતા માંડવી દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પૂર્વ કચ્છમાં લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અધિકારીઓની ફૂટ પેટ્રોલિંગ

Kutch Kanoon And Crime

કંડલામાં તૈનાત SRP મરીન કમાન્ડોએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર

Kutch Kanoon And Crime

ભુજમાં અનેક વેપારીઓને 2000 રૂપિયાની નકલી નોટ પધરાવનાર શુવ્યવસ્થિત કપલ રેલવે સ્ટેશનેથી ઝડપાઇ ગયું

Kutch Kanoon And Crime

Leave a comment