Kutch Kanoon And Crime
GujaratKutchNakhatranaSpecial Story

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ઉગેડી ગામે ડિજિટલ ક્લાસ શરૂ કરાયા

અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ શાળાના વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણથી વંચિત ન રહે એ હેતુસર નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે ડિજિટલ ક્લાસનો ઉદ્ઘાટન કરાયું હતું. ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા તાલુકાની 17 ગામડાની શાળાઓ અને વર્ષ 2019 માં નખત્રાણા તાલુકાની 8 શાળાઓનો આ યોજના અંતર્ગત સમાવેશ કરાયો છે. તે અંતર્ગત ઉગેડી ગામમાં ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સ્ટાફ સાથે રહી ડિજિટલ ક્લાસ શરૂ કરાયા હતા કાર્યક્રમની શરૂઆત ના ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રાણી ફાઉન્ડેશનના સ્ટાફ અને મહેમાનો ને પરંપરાગત રીતે આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે સરપંચ શ્રી મીઠું ભાઈ વાઘેલાએ અદાણી ફાઉન્ડેશન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ યુગ ટેક્નોલોજીનો છે જેમાં આ સ્માર્ટ ક્લાસ ગણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્તોત્ર બનશે શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ડિજિટલ ક્લાસ બે શિક્ષકોની ઘટને પૂરી કરશે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નખત્રાણા સી. એસ. આર. હેડ ટી.ટી. મહેતાએ કર્યું હતું.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ASI શ્રી સંજય દાવડા 31′ મી વખત ચેસમાં ચેમ્પિયન બનતા પશ્ચિમ કચ્છ પોલીસનું ગૌરવ વધાર્યું

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છ એલ.સી.બી.ની ટિમે પેટ્રોલીંગ દરમ્યાન એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડયો

પશ્ચિમ ક્ચ્છ વિરાગનાં સ્કોડની કામગીરીમાં વધુ એક પીછું ઉમેરાયું…

Kutch Kanoon And Crime

Leave a comment