ભચાઉ તાલુકાના આમરડી ગામે કલયુગી દીકરાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડ પિતાની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. ગત રાત્રિ દરમ્યાન અથવા આજે વહેલી સવારના અરસામાં હત્યાનો બનાવ બન્યો હોવાનું માનવમાં આવે છે. મરનાર 60 વર્ષીય આધેડ રતાભાઈ પટેલના સગા પુત્ર નામ પ્રકાશે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. આ ઘટનાના પગલે ભચાઉ પોલીસ સ્થળ પર દોડી ગઈ છે એ હત્યાની સઘન તપાસ હાથ ધરી છે. સતાવાર પોલીસ તપાસ કરી રહી છે.
અહેવાલ : પૂર્વ ક્ચ્છ દિનેશ જોગી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334