અંજાર પી.આઈ., એમ.એન. રાણાને બાતમી મળેલ કે અંજાર-ભુજ બાયપાસ રોડ ઓમનગર રોડ પર ક્રિષ્નાનગર-૨ માં આવેલ “ઝમઝમ ઍપ” નામના ભંગારના વાડામાં ચોરીના કે છળ કપટથી મેળવેલ વાહનોના રજીસ્ટર નંબર બીજા વાહનો પર લગાવી તે વાહનોના ચેસીસ નંબર તથા એજીન નંબર પણ બીજા વાહન પર લગાવી તે વાહનો ગ્રાહકોને વેચી દેતા હોવાની બાતમીના આધારે રેડ કરી ભંગારના વાડામાથી એક કાળા કલરની સ્વીફ્ટ VDI ગાડી જેના (જીજે-૧૨-એઈ-૩૮૬૬) તેના એંજીન નંબર ચેસીસ નંબરનું લેબલ કાઢી નાખેલ તેમજ તેના ચેસીસ નં (MA 3 FKEB 1 S 00377404 K8) વાળા વેલ્ડીંગથી ફીટ કરી બીજા લગાવેલ અને તે વાહનના રજીસ્ટર નંબર આધારે ઈ પોકેટ કોપમાં વેરીફાઈ કરતા તે વાહન હારૂન ઉમર કુંભાર રહે. અંજાર વાળાના નામે અને સફેદ કલરની ગાડી હોવાનું જણાયેલ જયારે મળી આવેલ ગાડી કાળા રંગની હોઇ જેથી મળી આવેલ ઇસમને પૂછતા મુળ ગાડી રજી.નં. (TN-10-AB-8790) વાળી હોવાનું જણાવેલ જેથી આ ગાડી રજી.નં. (TN-10-AB-8790) વાળી ગાડી બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતા તે ક્રિષ્ના રતીલાલ રાઠોડ રહે. રમનપુરમ ચેન્નાઈ વાળાના નામે અને કાળા કલરની હોવાનું જણાઇ આવેલ જેથી આ ગાડીની કિ.રૂ. 2,00,000/- વાળી મળી આવેલ તેમજ જે ગાડી કાપી નાખેલ હતી તે ગાડીમા રજી. નંબર તથા ચેચીસ નંબર લગાવેલ તે કપાયેલી ગાડીની બોડી એજીન તથા સ્પેર પાર્ટનો ભંગાર મળી આવતા કિ.રૂ. 10,000/- નો મુદામાલ તરીકે કબ્જે કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછ પરછ દરમ્યાન બીજી ચાર ગાડીઓમાં પણ આ રીતે રજી.નંબર તથા એજીન ચેચીસ નંબર બદલાવી વેચી દીધેલ હોવાનુ જણાવેલ.
જેથી તેણે વેચેલ અન્ય ચાર વાહનો પણ કબ્જે કરી તેના વિરુધ્ધ વાહનોના નંબરો બદલાવી નાખી વેચી દેવાના સ્કેન્ડલનો પર્દાફાસ કરવામાં આવેલ જેની અંજાર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ ગુન્હામાં પકડાયેલ આરોપીમાં (1) હારૂન ઉમર કુંભાર ઉ.વ.૨૬ રહે. ધોબી ફળીયુ, શેખ ટીંબા રોડ, અંજારવાળો હાજર મળ્યો નહોતો જ્યારે (2) કાસમ આમદ કુંભાર રહે.અંજારનો સમાવેશ થતો હોઈ તેની પાસેથી મુદ્દામાલ (૧) મારૂતી 800 ગાડી નં. (GJ-12-AP-4891) વાળી કિ.રૂ. 50,000/- (૨) અલ્ટો ગાડી નં. (GJ-12-AE-3702) વાળી કિ.રૂ. 50,000/- (૩) અલ્ટો ગાડી નં. (GJ-12-AK-6163) વાળી કિ.રૂ. 50,000/- (૪) અલ્ટો ગાડી નં. (GJ-12-J-7853) વાળી કિ.રૂ. 50,000/- (૫) સ્વીફ્ટ ગાડી નં. (GJ-12-AE-3866) વાળી કિ.રૂ. 2,00,000/- અને ગાડીનો ભંગાર કિ.રૂ. 10,000/- કુલ કિ.રૂ. 4,10,000/-નો મુદામાલનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. રાણા અને અંજાર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
અહેવાલ : દિનેશ જોગી – અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334