Kutch Kanoon And Crime
ReligiousGandhidhamKutch

અંજારના રસોઈયા ભાઈઓની અનોખી સેવા

લોકડાઉનના અનુસંધાને શહેરમાં દરરોજ અંદાજે 200 જેટલા લોકોને બે સમયે ભોજન અને ચાનો અનોખો સેવાયજ્ઞ અંજાર ગાયત્રી મંદિર ચાર રસ્તાના રસોયા ભાઈઓ તરફથી કરવામાં આવ્યું છે,જેમાં જયંતીલાલ માદેવાભાઈ નાથણી, કમલેશભાઈ સોલંકી, પ્રેમભાઈ પુરોહિત, રાજુભાઇ રાજપૂત (નેપાળી), બળવંતભાઈ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ આ રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સોશ્યિલ ડિસ્ટનસીના ભાગરૂપે દરરોજ બે જણા જુદા જુદા વિસ્તારોમાં જઈ સરકારી તમામ કચેરીઓ પેરામેડીકલ સ્ટાફને ચા-પાણીની વ્યવસ્થાની સેવા આપે છે સાથે-સાથે ભોજનની પર સેવા આપવામાં આવે છે.આ સાથે રાજેશભાઈ પુરોહિત, ભરતભાઈ ચાવડા, કેતનભાઇ પ્રજાપતિ, બળદેવભાઈ પુરોહિત, ધર્મેશભાઈ સોની, સતિષભાઈ ગેહલોત, પોતાની અમૂલ્ય સેવા આપે છે. ગુજરાત યુવા મંચની ટીમે આ સેવાને બિરદાવી છે અને તેઓની સંસ્થાની મુલાકાત લઇ તેઓને અભિનંદન પાઠવ્યા છે તેમજ રસોડાની મુલાકાત દરમિયાન ખૂબ જ સ્વચ્છતા જોવા મળી હતી.જેથી ગુજરાત યુવા મંચે તમામ કાર્યકર મીત્રોને ધન્યવાદ આપ્યા હતાં. લોકડાઉનના ભાગરૂપે અત્યારે તમામ નિયમોનું ચુસ્ત પાલન ટીમ દ્વારા કરવામાં આવે છે.

નિતેશ ગોર – 9825842334
(રાજેશ રાઠોડ દ્વારા)

Related posts

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈ.જી. જે.આર મોથલીયાની પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ કસ્ટોડીયલ કાંડના ત્રણે ફરાર પોલીસ કર્મચારીઓ સામે CRPC-70 મુજબ વોરન્ટ ઇસ્યુ

મુન્દ્રા તાલુકા સાડાઉ ગુંદાળા રોડ પર અકસ્માત એક શખ્સનું મૃત્યુ

Kutch Kanoon And Crime

Leave a comment