પશ્ચિમ ક્ચ્છ એસ.પી. સૌરભસિંઘની સીધી નિગરાની અને ડી.વાય.એસ.પી.ના સીધા માર્ગદર્શનમાં તૈનાત ભૂજ વીરાંગના ટિમ જેઓને મળેેેલ સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન પ્રમાણે, કોઈ એકલ દોકલ વયો વૃદ્ધ કે કોઈ મહિલાઓની દેખ રેખ કરવી.
બીજી બાજુ હાલ કોરોના મહામારીમાં માસ્ક કે સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું અને જો કોઈ પાલન ન કરે તો તેને દંડ ફટકારવો સાથેની સતત કામગીરીની સૂચના પ્રમાણે આ વિરાગના ટીમ ભુજમાં ચેકીંગમાં હતી ત્યારે સરપટ ગેટ પાસે આવેલ મિન્સા મેડીકલ નામના સ્ટોર પર ધ્યાન જતા આ મડીકલ સંચાલકો કોઈએ પણ માસ્ક પહેર્યું નહોતું તે વખતે આ વિરાગના ટિમ દ્વારા તેઓને સૂચના આપવામાં આવી હતી કે તમે માસ્ક પહેરી રાખો સાથે સોસીયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખો કેમ કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓ કોઈ સંક્રમણમાં હશે તો કોરોના વાયરસની સાંકળ વધુ બનશે જેથી તમે લોકો એવા ફિલ્ડ સાથે સંકળાયેલા છો તો સૌથી પહેલા તમારે આ બધી વાતનું ધ્યાન રાખવુ જોઈયે. આ વિરાગના ટિમ દ્વારા મિન્સા મેડીકલ સ્ટોર સંચાલન કરનારાઓ ત્રણેક જણાને બધાની વચ્ચે કહેતા તેઓને લાગી આવ્યું અને મેડિકલ સંચાલન કરનારાઓ રુઆબ બતાવતા કહ્યું કે, આ મિન્સા મેડિકલ ભુજ નગર પાલિકાના કાઉન્સિલરનો છે. આ વાત સાંભળતા વીરાગના ટિમે કાયદાનો પરચો બતાવતા આ મેડિકલ સંચાલન કરનારા ત્રણે જણાનો પસીનો છૂટી ગયો અને માસ્કનું દંડ ફટકારી આ વિરાગના ટીમે બતાવી દીધું કે, કાયદો કોઈનો ગુલામ નથી. જેથી કરીને બીજી વખત માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરજો નહીં તો ગુન્હો દાખલ થશે. સલામ છે આ વિરાગના ટિમ પર જેઓ કોઈની સેહ શરમ રાખ્યા વગર પોતાની ફરજ નિભાવી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334