Kutch Kanoon And Crime
ReligiousAbdasaKutch

અબડાસાના હાજાપર ગામના જરુરતમંદ પરીવારોની મદદએ આવ્યા કોઠારા પી.એસ.આઈ જાડેજા

પોલીસ પ્રજા નો મીત્ર છે તે કહાવતને સાર્થક કરતા કોઠારા પોલીસના ઈન્સપેક્ટર શ્રી જાડેજાએ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશનમાં ઓનડયુટી પર રહીને પ્રજા સાથે પ્રેરણા દાયક કામગીરી કરતા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજાએ ચાર દીવસ અગાઉ પેટ્રોલિંગ દરમિયાન વરાડીયાના 60 શ્રમજીવીઓની પુછા કરી તાત્કાલિક ધોરણે બે દીવસનો જમવાનું બંદોબસ્ત કરી આપ્યો હતો ત્યાર પછી લોકડાઉનની પરીસ્થિતી સમજીને ઉચ્ચ સ્તરે રજુઆતો કરી આખા મહીનાનો રાશનકીટનો બંદોબસ્ત વિંઝાણ સૈયદ સલીમબાપુ તરફથી કરી આપવામાં આવ્યો હતો.

આ વાત વાયુવેગ સોસીયલ મિડીયા પર ફેલાતા આજે હાજાપર ગામે પોલીસ રાઉન્ડ માટે નીકળી હતી ત્યારે સાહેબની ગાડીને રસ્તા પર રોકી ને એક ગરીબ જરૂરતમંદ પરીવાર એ જાડેજા સાહેબને રજુઆત કરી કે સાહેબ અમો પાંચ પરીવાર છીએ અને અમારા પાસે રાશન નો બંદોબસ્ત નથી ત્યારે શ્રી જાડેજાએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારના સેવાભાવી સૈયદ સલીમબાપુ અને ખીરસરા (વિંઝાણ) સરપંચને જાણ કરતા. હાલમાં નાનાવાડા ગામમાં જરુરત મંદ પરીવાર માટે રાશનકીટો લઈ નિકડયા જ છીએ પણ અમો ત્યાં પછી પહોંચાડી દેશું આપ સાહેબ ત્યાં જ રહો અમે આવીએ છીએ અને તાત્કાલિક ધોરણે તેઓ આવીને કોઠારા પોલીસ ના સબ ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ ના વરદ હસ્તે તમામ જરૂરતમંદ પરીવારો ને એક મહીના નું રાશન અર્પણ કરવામાં આવ્યો હતો
આ બાબતે સૈયદ સલીમબાપુ એ જણાવ્યું હતું કે આપ સાહેબ સતત પેટ્રોલીંગ કરી રહ્યા છો અને કયાં પણ કોઈ ગામ માં જરુરત હોય તો આપ સાહેબ અમને જાણ કરજો જેથી અમો આ નેક કામ વધુ જરૂરતમંદ લોકો સુધી મદદ પહોંચાડી શકીએ આજ ના દીવસ સુધી માં કુલ 235 પરીવારો ને એક એક મહીના નું રાશન અર્પણ કરવામાં આવ્યો છે અને હજી પણ કયાં પણ આજુબાજુના વિસ્તારમાં જરુર હોય તો આપ જણાવ જો તેવી ખુલા દીલ એ અપિલ કરી હતી.

નિતેશ ગોર – 9825842335

Related posts

નાના વરનોરામાં આડા સંબંધમાં આડખીલીરૂપ બનતી પત્નીની ગળું કાપી પતિએ નિર્મમ હત્યા નિપજાવી લાશને કૂવામાં ફેંકી દીધી…

Kutch Kanoon And Crime

ભુજમાં અનેક વેપારીઓને 2000 રૂપિયાની નકલી નોટ પધરાવનાર શુવ્યવસ્થિત કપલ રેલવે સ્ટેશનેથી ઝડપાઇ ગયું

Kutch Kanoon And Crime

ભુજના સુમરા ડેલી પાસેના વિસ્તારમાં શ્વાન લાડુ સમજી બટકું ભર્યુ અને થયું બ્લાસ્ટ…

Kutch Kanoon And Crime

Leave a comment