કચ્છનાં આર્થિક પાટનગર એવા પંચરંગી શહેર ગાંધીધામમાં નવા વર્ષના પ્રારંભે કરપીણ હત્યાનો પ્રથમ બનાવ બનતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીધામના 9-બી વિસ્તાર ભારત નગરમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં પણ દોડધામ મચી ગઇ છે. એકાએક આવેલા અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિક બજારોમાં સન્નાટો મચી ગયો છે. આ હત્યાની ઘટનાની જાણ થતા એ/ડિવિઝન પોલીસની ટિમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. રિપોર્ટ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગાંધીધામ એ/ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુદર્શન ચૌધરી નામના યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાવામાં આવ્યો છે. બનાવ અંગે સતાવાર ફરિયાદ નોંધાઇ નથી ફરિયાદ નોંધાયા બાદ હત્યા પાછળનું કારણ અને આરોપીઓના નામ જાણવા મળશે. હત્યાને અંજામ આપી હત્યારા નાસી છૂટયા હતા જેથી ગાંધીધામ એ/ડિવિઝન પોલિસે હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે.
અહેવાલ : દિનેશ જોગી પૂર્વ ક્ચ્છ
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334