Kutch Kanoon And Crime
GujaratSpecial Story

રાજકોટમાં ગુજરાત બ્રહ્મ સમાજનું મહાસંમેલન…

રાજકીય અવગણનાના મુદ્દે સમાજનો સશક્ત અવાજ ઉઠાવાશે…

રવિવારે રાજકોટના અટલ સરોવર ખાતે ગુજરાત બ્રહ્મ સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું. રાજ્યના ૨૫૪ તાલુકાઓ અને ૩૪ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં બ્રાહ્મણ સમાજના આગેવાનો, યુવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય અને સામાજિક અવગણના અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવેલ આ મહાસંમેલનમાં કોઈપણ રાજકીય પક્ષના આગેવાનોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેના બદલે માત્ર બ્રહ્મ સમાજના સંતો, સમાજસેવી આગેવાનો અને યુવા પ્રતિનિધિઓને જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં સમાજના રાજકીય પ્રતિનિધિત્વમાં સતત થઈ રહેલી ઘટ અને અવગણના અંગે તીવ્ર ચિંતાઓ વ્યક્ત થઈ હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વઢવાણ બેઠક માટે બ્રહ્મ સમાજની જીજ્ઞાબહેનને આપવામાં આવેલી ટિકિટ પરત લેવામાં આવી હતી, તેમજ જામનગરના આશીષભાઈ જોશીને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવી રાતોરાત રદ કરવાનો નિર્ણય અન્ય જાતિના સંગઠિત દબાણને કારણે લેવાયો હોવાનો આક્ષેપ મંચ પરથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વક્તાઓએ સમાજના યોગ્ય યુવાનોની અવગણના કરીને સમાજના નામે લેભાગુ તત્વોને ટિકિટ આપવાથી બ્રહ્મ સમાજને નુકસાન થતું હોવાની વાત પણ સ્પષ્ટ કરી હતી. રાજકીય પક્ષોએ ભવિષ્યમાં બ્રહ્મ સમાજના સામાજિક આગેવાનોને વિશ્વાસમાં લઈને લાયક યુવાનોને પ્રતિનિધિત્વ આપવાની માંગણી કરવામાં આવી હતી. આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાગુ થયેલ OBC આરક્ષણમાં બ્રહ્મ સમાજના 84 પૈકીના રાજગોર સમાજને યોગ્ય સ્થાન મળે, જનરલ સીટ પર ફક્ત જનરલ જાતિને જ ટિકિટ આપવામાં આવે અને 10 ટકા EBCનું આરક્ષણ ચૂંટણીમાં અમલમાં આવે તેવી માગણી પણ મહાસંમેલનમાં ગુંજી ઉઠી હતી. વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે જાતિવાદ અને સતત વધતા આરક્ષણના ઝંઝાટને દૂર કરીને આરક્ષણ વ્યવસ્થા પૂર્ણપણે સમાપ્ત કરવાની જરૂર છે. સનાતની પરંપરાઓ, કર્મકાંડને એક વ્યવસાય તરીકે માન્યતા આપીને તેની આવક ટેક્સ ફ્રી કરવામાં આવે તેમજ બ્રાહ્મણ પરિવાર માટે અલગ બોર્ડ અથવા નિગમ રચીને સીધી સહાયતા મળે તેવી માંગણીઓ પણ પ્રગટ થઈ હતી. બ્રહ્મ સમાજ અને દેવી-દેવતાઓ વિરુદ્ધ થતી અભદ્ર ટિપ્પણીઓ સામે કડક કાયદો લાવવાની માંગણી પણ મંચ પરથી જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. આયોજકો મીલનભાઈ શુકલ, જયદેવભાઈ જોશી, જપીનભાઈ ઠાકર, છેલ્લભાઈ જોશી અને જીગરભાઈ મહેતાએ પોતાની વાણીમાં સમાજના શૈક્ષણિક સંકુલો ઉભા કરવાની, યુવાનોને રોજગાર મળે તેવા પ્રયત્નો કરવાની તથા બિન રાજકીય રીતે સમાજનું મજબૂત સંગઠન તૈયાર કરવાની દિશામાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ મહાસંમેલન બ્રહ્મ સમાજના સશક્તિકરણના માર્ગે એક મહત્વપૂર્ણ કદમરૂપ બન્યું હતું.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં ઢેલના શિકારના આરોપમાં પકડાયેલા ત્રણ જણાએ અનેકના ઢોલ વગાડી દીધા

Kutch Kanoon And Crime

નામ બદનામ ન થાય તે માટે 90 લાખથી વધુ રકમ આપી પરંતુ…! હવે… મફત કા ચંદન ઘસ બેટા લાલિયા…

Kutch Kanoon And Crime

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન : રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો

Kutch Kanoon And Crime

Leave a comment