Kutch Kanoon And Crime
KutchBreaking NewsSpecial Story

વાદળોની સંતાકુકડી અને ક્યાંક વરસાદી ઝાપટાં વચ્ચે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું.

(સૂર્યગ્રહણને વાદળાઓનું ગ્રહણ – અલપ ઝલપ ગ્રહણ નિહાળી કચ્છના લોકો ઝૂમી ઉઠ્યા)

૨૦૨૦ના પ્રથમ સૂર્યગ્રહણને કચ્છના ખગોળ રસિકોએ ખુબ ઉત્સાહ અને ઉમંગથી માણ્યો હતો. ભુજ ખાતે સ્ટારગેઝીંગ ઇન્ડિયા તરફથી ગ્રહણ નિહાળવા માટે ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેનો લાભ કચ્છ, ગુજરાત તથા દેશ વિદેશના લોકોએ લીધો હતો. ભારતમાં ગ્રહણની પ્રથમ શરૂઆત સવારે ૦૯:૫૭ કલાકે કચ્છના કોટેશ્વર ખાતેથી થઇ હતી. પરંતુ સવારે વાદળા અને વરસાદી ઝાપટાંને કારણે ખગોળ રસિકોમાં ઉચાટનો માહોલ હતો પરંતુ બપોરના ૧૧:૦૦ વાગ્યા બાદ આશા બળવત્તર બની હતી અને છુટા છવાયા વાદળો વચ્ચે બરોબર ૧૧:૩3 મીનીટે મહત્તમ ગ્રહણ દેખાતાં લોકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તેમ સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરએ જણાવ્યું હતું. અદભુત દ્રશ્યનો નજારો જોઈ લોકો ઝૂમી ઉઠ્યા હતા. ચપોચપ કેમેરાની ચાંપો દબાવવા લાગી હતી. સૂર્યનો ૮૦% જેટલો ભાગ ગ્રસિત થઇ ગયો હતો. ખરા બપોરે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પક્ષીઓ – પ્રાણીઓનું વર્તન ખાસ નોધવા લાયક હતું. કોરોનાની પરિસ્થિતિને કારણે લોકોએ ઓનલાઈન ગ્રહણ જોવા ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર સામે ગોઠવાઈ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. કચ્છ યુનીવર્સીટીના જીઓલોજી વિભાગના ડૉ. મહેશ ઠક્કર, સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર તથા નિશાંત ગોરે લોકોના ગ્રહણ, ગ્રહણની સંભવિત અસરો, ભૂકંપ, માન્યતાઓ બાબતે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. કંકણાકૃતિ સૂર્યગ્રહણ દરમ્યાનની વિવિધ અવસ્થાઓની ફોટોગ્રાફી, પીન હોલ કેમેરાની મદદથી ગ્રહણનું નિદર્શન, ટેલીસ્કોપ દ્વારા સૂર્યનું પ્રોજેક્શન, સોલાર ફિલ્ટરનું વિતરણ, ફિલ્ટરયુક્ત ટેલીસ્કોપનું સંચાલન, મિરરબોલ પ્રોજેક્શન કરવામાં આવ્યું હતું. જેની વ્યવસ્થા ભવ્ય ઠક્કર, કિશન સોલંકી, દર્શ મહેતા, સ્વાતી ગોર, સાગર ભોઈયા, દયારામ જણસારી, તપન સોલંકી, મહેક ગોર વિગેરે એ સંભાળી હતી. મહત્તમ ગ્રસિત સૂર્યની તસ્વીર તથા અન્ય તસ્વીરો સામેલ છે.

અહેવાલ : નિશાંત ગોર, ટીમ સ્ટારગેઝીંગ ઇન્ડિયા

પ્રકાશક : નિતેશ ગોર : 9825842334

Related posts

ગઢસીસા ગામે સીસી રોડ બનાવવા પ્રશ્ને બે જૂથો વચ્ચે મારામારી

Kutch Kanoon And Crime

મુન્દ્રામાં અજાણ્યા યુવાનની લાસ મળી આવી

Kutch Kanoon And Crime

કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત…

Kutch Kanoon And Crime

Leave a comment