Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutchSpecial Story

સતાભૂખ અને ચૂંટણીના મનદુઃખના કારણે જેલમાં જવું પડ્યું

તાલુકાની બાજુમાં આવેલ ગામ ભારાપરમાં ચૂંટણી પત્યા બાદ તેની અસરો દેખાવા લાગી જેના ભાગે ચૂંટણી પ્રચારકોના એક બીજાના ગ્રુપો દ્વારા ચૂંટણીના મનદુઃખના કારણે આક્ષેપો તેમજ હુમલાઓ થવા લાગ્યા છે જેના ભાગે તારીખ 21/3/21ના રોજ જીતેન્દ્ર પ્રેમજી મહેશ્વરી (પાતારીયા) પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેની ફરિયાદ જીતેન્દ્ર પ્રેમજીએ માનકુવા પોલીસમાં લખાવ્યા પ્રમાણે તારીખ 21/3/21ના બપોરના 2 : 30 વાગ્યાના અરસામાં તેના પર હુમલો થયો હતો જેના સંદર્ભે જીતેન્દ્ર પ્રેમજી દ્વાર માનકુવા પોલીસ સ્ટેશનમાં (1) અરજણ શિવજી દેવરિયા, (2) શનિ અરજણ દેવરિયા, (3) વિશાલ અરજણ દેવરિયા, (4) દેવા સવા દેવરિયા, (5) હાર્દિક દેવા દેવરિયા, (6) ધર્મેશ દેવા દેવરિયા, (7) ઇન્દ્રજીત દેવા દેવરિયા અન્ય બે જણા મળી કુલ 9 જણા સામે નામજોગ ફરિયાદ કરાતા તેઓની અટક કરી પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યું છે. હવે વાત એમ બની કે કોરોના કાળની કપરી પરિસ્થિતિ સામે લડવા જયારે સરકાર ગામળાઓને સુરક્ષિત રાખવા માંગે છે ત્યારે આવી રીતના સરપંચ જો સતાના સંગ્રામ માટે જેલમાં ચાલ્યા જાય તો ગામડા સુરક્ષિત કઇ રીતે રખાશે..? જે ગામના સરપંચ હોય એ આપણી પોતાની સરકાર કહેવાય મતલબ કે જો સરપંચ યોગ્ય હોય તો ગામનો વિકાસ પણ કરી શકે અને જો અયોગ્ય હોય અને ફક્ત સતાભૂખ હોય તો ગામને બદનામ પણ કરી શકે છે. હવે કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં ગામલોકોની કોણ દેખભાળ રાખશે..? એ એક યક્ષ સવાલ સરકાર માટે ઉભો થયો છે અને ચૂંટણીની અંટશમાં જેલમાં જાય તેવા ઉમેદવારોને આવતા ટર્મમાં ટીકીટ મળશે કે નહીં તે પણ વિચારવા જેવી વાત છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ તાલુકાના નોખાણિયા ગામની સીમમાં તરુણની શંકાસ્પદ હત્યા

Kutch Kanoon And Crime

ચુંટણી સમયે “વલુકડા” બનેલા નેતાઓ પરનો વિશ્વાસ પ્રઘુમનસિંહને ફળશે..?

Kutch Kanoon And Crime

ગાંધીધામ ખાતે પરાણે પ્રીત કરવી યુવાનને મોંઘી પડી… પોતાના જીવથી હાથ ધોવા પડ્યા

Kutch Kanoon And Crime

Leave a comment