અબડાસા મતવિસ્તારની યોજાયેલી પેટાચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા કુખ્યાત અપરાધીઓ સામે પગલાં લેવાના ભાગરૂપે આજે અબડાસા તાલુકાના બાંડિયા ગામના કુખ્યાત બુટલેગર પ્રવિણસિંહ ઉર્ફે ભાણુભા સોઢાની પાસા હેઠળ ધરપકડ કરી સુરત લાજપોર જેલ હવાલે કરી દેવાયો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નલિયા નખત્રાણા સહિત પોલીસ સ્ટેશનોમાં દેશી વિદેશી દારૂના અનેક ગુના નોંધાયેલા છે તેવા બાંડિયા ગામના પ્રવિણસિંહ ભાણુભા ઉર્ફે ટપુભા વિક્રમસિંહ સોઢા સામે પાસાની દરખાસ્ત કરાયા બાદ પાસાની દરખાસ્ત જિલ્લા સમાહર્તા દ્વારા મંજુર થતા પશ્ચિમ કચ્છ ગુના શોધક શાખા દ્વારા પ્રવિણસિંહ ઉર્ફે ભાણુભા સોઢાની પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે. હજુ પણ આ વિસ્તારના કેટલાક માથાભારે સાથે બૂટલેગરો સામે પાસા હેઠળ પગલાં લેવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334