પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથાલિયા, પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગના જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. ભટ્ટ મુન્દ્રા પોલીસ સ્ટેશન તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળતા બાતમીના આધારે ડાયાભાઈ ડોસાભાઈ ગઢવી રહે. નાના કપાયા વાડી વિસ્તાર વાળાની નાના કપાયા સર્વે નંબર 57 પૈકી 2 વાળીમાં ગેરકાયદેસર રીતે વગર બિલનો ચોરીનો ડીઝલનો જથ્થો મળી આવેલ હતો. જે ડીઝલનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ ડીઝલના જથ્થા સાથે 63,670/- મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતું. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર બી.જે. ભટ્ટ, એ.એસ.આઇ. સંજયસિંહ જાડેજા, પોલીસ હેડ કોસ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા, શક્તિસિંહ ગોહિલ, જયપાલસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દર્શનભાઈ રાવલ, દશરથભાઈ ગોસ્વામી, તેમજ એલ.આર.પી. સવિતાબેન રબારી અને લક્ષ્મી ચૌધરી સાથે રહ્યા હતા.
અહેવાલ – સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334