નલિયાની બજાર ચોકમાં આજે આખલા ઝઘડતા એક વૃદ્ધ વ્યક્તિ જાડેજા દાનુભા ખેંગારજી ઉ. વર્ષ. ૬૮ને હડફેટે લેતા તેઓ ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલીક નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નલિયામાં આખલાઓના લડાઈમાં સામાન્ય પ્રજાને ભોગ બનવું પડે છે. નલિયાની બજારોમાં ગણી જગ્યાએ ખાદ્ય કચરો જેમ તેમ ફેકવામાં આવે છે જેના લીધે આવા બનાવો અવાર નવાર બને છે જેની સ્થાનિક તંત્રએ નોંધ લેવી જોઇએ.
અહેવાલ : અબડાસા પ્રતિનિધિ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334