અખિલ કચ્છ ગઢવી સમાજે આ પ્રયાસને દુઃખદ ગણાવીને વર્ગ વિગ્રહના પ્રયાસરૂપ ગણાવ્યો છે. સમાઘોઘાના બે ગઢવી યુવાનોના કસ્ટોડિયન ડેથ મામલે ધરપકડ કરાયેલ સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ જાડેજાને ખોટી રીતે સંડોવી દેવાયો હોવાનું ગણાવીને સમાઘોઘાના એક શખ્સ દ્વારા આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરાશે તેમ જણાવીને રેલીની જાહેરાત કરાઇ છે જેની સામે ગઢવી ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સમાઘોઘાના નટવરસિંહ ઉર્ફે નટુભા જાડેજાના નામથી આજે whatsapp અને સોશિયલ મીડિયા દ્વારા મેસેજ વાયરલ કરીને સમાઘોઘા ગામના માજી સરપંચને કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ખોટી રીતે સંડોવી દેવાયાનું જણાવી આવતીકાલે ભુજ ખાતે સમહર્તાને આવેદનપત્ર આપી રેલીનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું છે. વાયરલ કરાયેલા આ મેસેજમાં સ્પષ્ટ રીતે સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ જાડેજાને નિર્દોષ ગણાવવાનો પ્રયાસ થયો છે અને તેને ખોટી રીતે સંડોવી દેવાનો દાવો કરાયો છે હકીકત એ છે કે મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથમાં ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારે માત્ર ત્રણ પોલીસ કર્મચારીના નામ અપાયા હતા તો કોઈપણ અન્ય આરોપીઓના નામ અપાયાં ન હતા પરંતુ જેમ તપાસ આગળ ધપતી ગઈ તેમ તેમ વધુ આરોપીઓના નામ ખુલતા ગયા એ રીતે સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહની સંડોવણી પણ ખુલ્લી હતી અને તેનું નામ એફ.આઇ.આર.માં ચડ્યું હતું ત્યારે આવતીકાલે રેલી સાથે જયવીરસિંહને નિર્દોષ ગણાવનાર વ્યક્તિ દ્વારા કઈ રીતે જયવીરસિંહ સંડોવી દેવાયો છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ..? અને પોલીસ તપાસમાં નામ ખુલ્યું હોય તો શું પોલીસ ખાતાએ તેને ખોટી રીતે સંડોવી દીધો છે. બિલકુલ વર્ગ વિગ્રહ કરાય તેવી આ ચેષ્ટાને લઈને ગઢવી ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે
આ અંગે અખિલ કચ્છ ચારણ મહાસભાના અધ્યક્ષ વિજયભાઈ ગઢવીએ પણ વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ મેસેજ અને આવતીકાલની રેલી પ્રશ્ને સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ક્ષત્રિય સમાજના આગેવાનો આ અંગે પોતાનો મત સ્પષ્ટ કરે અને બે સમાજોને સામ સામે થતાં અટકાવે વિજયભાઈ ગઢવી વાયરલ કરાયેલ મેસેજમાં તેમણે જણાવ્યું છે જે વિડીઓના માધ્યમથી તમે જાણી શકશો.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334