Kutch Kanoon And Crime
CrimeBhujBreaking NewsGujaratKutch

બે મહિનાના ગાળામાં પોલીસને ચકમો આપી ભુજથી ચોથો આરોપી ભાગ્યો

કોરોના કાળના લોકડાઉન ખતમ થયા પછી સૌ પ્રથમ સચિન ઠક્કર ત્યાર બાદ જે.આઈ.સી. માંથી બાંગ્લાદેશી એના પછી પૂર્વ ક્ચ્છ ગળપાદર જેલમાં રહેલો ભચાઉનો કેદી ભુજ મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો અને હવે રાજકોટ બાજુ ગોંડલથી નિખિઓ દોગા ભુજની સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ગોંડલનો નિખિલ દોગા ફરાર થયો હોવાનો બનાવ પ્રકાશમા આવ્યો છે ગોંડલનો આ કુખ્યાત નિખીલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો છે આ નિખીલ વિરૂધ્ધ સંખ્યાબંધ ગુન્હા નોંધાયા બાદ તેની સામે ગુજશીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી ક્ચ્છની પાલારા જેલના હવાલે કરાયો હતો. ત્યાર બાદ તેની તબિયત બરોબર ન હોવાની તેણે ફરીયાદ કર્યા બાદ તેને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર માટે લવાયો હતો પરંતુ મોડી રાતે તે પોલીસ પહેરાદોરોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.અતિ ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ ફરાર થઇ જતા પોલિસે સમગ્ર કચ્છ સહિતના અને વિસ્તારોમા નાકાબંધી કરી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે બનાવ સંદર્ભે બી/ડીવીઝન પોલિસે ગુન્હો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરાઇ છે. સચિન ઠક્કર, એક બાંગ્લાદેશી ત્યાર બાદ ગળપાદર જેલનો કેદી અને હવે ગોંડલનો ખૂંખાર કેદી ફરાર થતા પોલીસ પર ઉચ્ચ અધિકારીઓની ભીંસ વધવા લાગી છે અને તેઓને ગાંધીનગર સુધી લેખિતમાં તપાસ કરી જવાબ આપવા કડક સૂચના અપાઈ છે. એક કેદી પાછળ પોલીસ લાખો રૂપિયા ખર્ચ કરે છે તો એક કેદીની પહેરેદારી માટે ચારથી પાંચ પોલીસ કર્મચારીઓ તૈનાત હોવા છતાં આવી રીતે જો કેદી ભાગતા રહેશે તો અવનાર સમય ક્ચ્છ પોલીસ માટે ગણું ચેલેન્જ ભર્યું રહેશે તેવી ચર્ચા થવા લાગી છે. હા પોલીસ પોતાનું કામ કરે છે પણ એ કામમાં કઈ જગ્યાએ ખામી રહી જાય છે જેનો ફાયદો આવ ખૂંખાર અપરાધીઓ ઉઠાવી રહ્યા છે અને નાસવામાં સફળ થાય છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રામાંથી બોગસ ડોકટર ઝડપાયો…

Kutch Kanoon And Crime

માંડવી હાઇવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત : એક સાથે ત્રણ કારો અથડાઈ

Kutch Kanoon And Crime

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં પણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

Leave a comment