Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજમાં તલવાર સાથે ડર ફેલાવતા બે ટચુકડા ટપોરીઓ પોલીસ હીરાસતમાં

ભૂજમાં પોતાની જાતને ડોન સમજનારા ટપોરીઓને પોલીસ કડક સબક શીખવાડે તે સમય હવે આવી ગયું છે. ભુજમાં ખુલ્લી તલવાર સાથે રવાણી ફળીયા જેવા ધમ ધમતા રહેણાક વિસ્તારમાં આંતક મચાવનાર બે ટપોરીઓની પોલિસે CCTVના માધ્યમથી ધરપકડ કરી લીધી છે. આ બનાવ ગત તારીખ 23/3/21ના મોડી રાત્રે એ/ડીવીઝન પોલિસને આ અંગે જાણવા જોગ અરજી કરાઈ હતી જેમાં બે શખ્સો ખુલ્લી તલવાર સાથે રહેણાકી વિસ્તારમા ફરી લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે. ત્યારબાદ પોલિસની ટીમ તરત જ રાત્રે ગઇ હતી પરંતુ તે ટપોરીઓ નાશી ગયા હતા.

જો કે ત્યાર બાદ પોલિસે અહીં લાગેલા CCTVની તપાસ કરી હતી જેમા બન્ને શખ્સોની હરકત કેમેરામાં કેદ થઇ ગઈ હતી ત્યાર બાદ પોલિસે 24 તારીખે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સોમા એક શખ્સ સાજીદ ઉર્ફે ભુરો સાલેમામદ શેખ ઉં.29 દાદુપીર રોડ ભૂજ જ્યારે બીજો જાબીર અબ્દુલ મોખા ઉ.21 ભીડનાકા બહાર આઝાદમાં રહે છે. આવા ટપોરીઓની સરભરા કરવી જોઈએ જેથી બીજા ઉગતા ટપોરીઓમાં પોલીસની ધાક બેસી જાય અને બીજી વખત આવું કરતા અચકાય.

અહેવાલ – નિતેશ ગોર – 9825842334

Related posts

ગુણામાંના હાથે દૂધ પીને ભવ્યએ ગુણામાનું જ ગળુ દબાવી દીધું….!!!

ક્ષત્રિય યોદ્ધા એવા સ્વ. પૃથ્વીરાજસિંહ ઝાલાએ પોતાનો જીવ આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો : અંજારની ઘટના

Kutch Kanoon And Crime

કચ્છી ભાષામાં મતદાન જાગૃતિ માટેની અપીલ કરનારા માન. શ્રી અમિત અરોરા સાહેબ જે તે સમય રાજકોટમાં એક અપીલ કરી હોત તો, નિર્દોષ લોકો બચી ગયા હોત…

Kutch Kanoon And Crime

Leave a comment