મુંદરાના સમાઘોઘના ત્રણ ગઢવી યુવાનોને ચોરીની શંકાના આધારે ખોટી રીતે અટક કરી તેઓને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં લઇ આવી થર્ડ ડીગ્રી અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યું હતું જેમાં એક યુવાનનું મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થઈ જતા આ ત્રણે પોલીસ કર્મચારીઓ સામે હત્યાની કલમ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવતા આ ત્રણે આરોપીઓ પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે બીજા બે યુવાનોને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી એક યુવાનની તબિયત વધુ લથડતા તેને અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર બિછાને મૃત્યુ થતા આ કેશ ડબલ હત્યાનો થઈ ગયો હતો.તો સૌ પ્રથમ આ કેશ નખત્રાણા વિભાગના ડી.વાય.એસ.પી. યાદવને સોંપવામાં આવ્યો હતો, ત્યારે આ કેશ વધુ પેચીદો અને ચર્ચાસ્પદ લાગતા આ તપાસ નખત્રાણા ડી.વાય.એસ.પી. પાસેથી છીનવી ભુજ વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. પંચાલને સોંપાઈ હતી.જેમાં ધીમે ધીમે એક પછી એક આરોપી પકડાતા ગયા હતા અને મુન્દ્રા પી.આઈ. પઢીયાર સહિત મુન્દ્રા તાલુકાના સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહની પણ ધરપકડ કરી લેવાઈ હતી.જ્યારે આ ત્રણે પોલીસ કર્મચારીઓ વધુ હોશિયાર હોવાથી સવા બે મહિના સુધી ભાગતા રહ્યા હતા જેઓની એક દિવસ અગાઉ ભાવનગરથી પશ્ચિમ ક્ચ્છ એલ.સી.બી.એ ધરપકડ કરી લીધી હતી જેઓની વધુ પૂછ પરછ બાકી હોવાથી આ ત્રણેને આજે મુન્દ્રા કોર્ટના ન્યાયાધીશ રજામાં હોવાથી ગાંધીધામ કોર્ટના ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું,ત્યારે તપાસનીશ એજન્સી દ્વારા 14 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેની સામે 9 દિવસ એટલે કે તારીખ 5/4/21 સવારના 11 વાગ્યા સુધી કોર્ટે રિમાન્ડ આપ્યા હતા. ચકચારી કસ્ટોડીયલ ડેથના આરોપીઓ આ પોલીસ કર્મચારીઓ ચાલાક અને ચતુર એવા શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, અશોક કનાડ પાસેથી હવે તપાસનીસ અધીકારીઓ નવું શુ ઉગલાવી શકે છે તેના પર સૌની મિટ મંડાઈ છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334