Kutch Kanoon And Crime
Breaking NewsIndiaKutchSpecial Story

ક્ચ્છી એન્જીનીયરે બનાવી “યો ઇન્ડિયા” એપ : સાંસદશ્રી વિનોદ ચાવડાના હસ્તે લોન્ચ કરાઈ

ભારત સરકાર દ્વારા ચાઈના ની ૫૯ એપ્લિકેશન ને બેન કરવામાં આવી છે. ત્યારે માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરેલ આત્મનિર્ભર ભારત અભિયાન માંથી પ્રેરણા લઈ કચ્છને ગૌરવ આપતી એપ કચ્છના નાનકડા ગામ શિવલખા ના એક યુવા એન્જીનીયરે બનાવેલ છે જેને કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા આજે લોન્ચ કરવામાં આવેલ છે. ચાઈનાની ‘ટીકટોક’ જેવી શોર્ટ વિડીયો એપને બિરદાવતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે, માન. વડાપ્રધાનશ્રી એ આત્મનિર્ભર ભારત અભિયાનનું આહ્વાન આપતા એપ ઇનોવેશન ચેલેન્જ માં સહભાગી થવા ટેક સમુદાય ને અપીલ કરી છે. તેને સાર્થક કરવા અને ડિઝિટલ ક્ષેત્રે ચાઈના જેવી અને યુઝર ના ડેટા ને સંપૂર્ણ સલામતી આપતી એપ કચ્છના ભચાઉ તાલુકાનાં નાનકડા ગામના યુવા એન્જીનીયર એવા બહાદુરસિંહ જાડેજાએ ટીકટોક જેવી શોર્ટ વિડીયો એપ “યો ઈન્ડિયા” બનાવેલ છે. આ યુવા એન્જીનીયરે ૨૦૧૬ માં મેકઇન ઈન્ડિયા અને ડિઝિટલ ભારત કાર્યક્રમ ને સાર્થક કરતી “ઇન્ડિયન મેસેન્જર એપ બનાવેલ છે. જે ૨૦ લાખ થી વધુ યુઝરે અપનાવેલ છે. આવા ઉત્સાહી યુવાનની આ “યો ઈન્ડિયા” એપ દેશ વિદેશમાં વિખ્યાતિ પામે અને લાખો – કરોડો લોકો આ એપ દ્વારા મનોરંજન મેળવે તેવી શુભકામના સાંસદશ્રી ચાવડા દ્વારા અભિનંદન સાથે આપી હતી. યુવા એન્જીનીયરશ્રી બહાદુરસિંહ જાડેજા એ જણાવ્યુ હતું કે, માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ચાઇના ની ૫૯ એપ ને બેન કરી છે. અને સ્વદેશી એપ્સ માં ઇનોવેશન લાવવા તેને વિકસાવવા અને પ્રોત્સાહિત કરતી અપિલને સાર્થક કરવા મે “ટીક ટોક” જેવી “યો ઈન્ડિયા” એપ બનાવેલ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં મે ચાર એપ બનાવી છે જેને આપણા દેશ માં ખુબ આવકાર મળ્યો છે. મારૂ સ્વપ્ન હોમ, ગેમિંગ, બિઝનેશ, મનોરંજન, ઓફિસ યુટીલીટીઝ અને સોશિયલ નેટ વર્કિંગ ની કેટેગરીઓ ઉપયોગી એપ્સ બનાવવી અને આત્મનિર્ભર ભારત અભિયાન ને સાર્થક કરવાની નેમ ધરાવું છું. તેમ શ્રી બહાદુરસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. સાથે સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ એપની વિશિષ્ઠતાઓ અનોરંજન સાથે આપણા ડેટા – માહિતીઓ જે ચાઈના ની એપ દ્વારા બહાર જતી હતી સામે સરક્ષણ અને સલામતી જળવાય માટેના મારા પ્રયત્નોને દેશવાસીઑ નો પૂરો સાથ સહકાર મળશે તેમ જણાવ્યુ હતું. જયારે સાંસદશ્રી એ જણાવ્યુ હતું કે, હાલમાં જ ગૂગલ દ્વારા ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત માન. વડાપ્રધાનશ્રી સાથે સંવાદ કરતાં ગુગલના સી.ઇ.ઓ સુંદર પીચાઈ એ કરી હતી. જેથી ડિઝિટલ અર્થ વયવસ્થામાં તેજી આવશે આરોગ્ય અને કૃષિ ક્ષેત્ર માટે ડીજીટાઈઝેશન, ભારતીય ભાષાને મહત્વ અને શિક્ષણ, ડિઝિટલ શિક્ષણ ક્ષેત્રે ગતિ આવશે તેમ ચાવડાએ જણાવ્યુ હતું.

નિતેશ ગોર : 9825842334

Related posts

ભૂજ તાલુકાના ભારાપર ગ્રામ પંચાયતના સભ્યને 3640 રૂપિયાનો દંડ ભરવા હુકમ કરાયો

Kutch Kanoon And Crime

અંજારમાં ભૂંગામાં આગ લગાડનાર રફીક કુંભાર સંદેશખાલીનો શાહજહા શેખ બને તે પહેલા તેની સામે કડક કાર્યવાહી જરૂરી

Kutch Kanoon And Crime

આવતીકાલે વસંત પંચમીના દિવસે ભુજ ખાતે કચ્છયતના રંગે રંગાયેલા એક નોખા અનોખા પુસ્તકોના રસાસ્વાદનો કાર્યક્રમ યોજાશે

Kutch Kanoon And Crime

Leave a comment