Kutch Kanoon And Crime
Breaking NewsGujaratSpecial Story

પી.આઇ. દંડાયા : ભાવનગરમાં મોઢે રૂમાલ બાંધી પાટણના પી.આઇ. જુબાની આપવા આવ્યા… કોર્ટે 1 હજારનો દંડ ફટકાર્યો

(રેન્જ આઈ.જી. અને એસ.પી. પાટણને પગલા લેવા ડીસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ હુકમ કર્યો)

પાટણમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમાર 2013ના એક ગુનામાં જુબાની આપવા માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટ આવ્યા હતા. જે દરમિયાન તેમણે મોઢે રૂમાલ બાંધેલો હતો. જે જોઇને જજ આર.ટી. વચ્છાણીએ તેમને ઠપકો આપ્યો હતો અને 1 હજારનો દંડ વસૂલવા હુકમ કર્યો હતો. સાથે જ પાટણના રેન્જ આઇ.જી. અને એસ.પી.ને પગલા લેવા હુકમ કર્યો હતો. બનાવની વિગતો એવી છે કે, ભાવનગર જીલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ તથા ભાવનગરના ડી/ડીવીઝનના પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં પાટણ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમાર આજરોજ તા : 12ને શુક્રવારે ભાવનગર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની કોર્ટમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના 2013ના ગુનાના કામે તપાસ કરનાર અધિકારી તરીકે જુબાની આપવા માટે નામદાર કોર્ટમાં હાજર રહ્યા હતા. જે દરમિયાન કોર્ટ રૂમમાં ડીસ્ટ્રીક્ટ જજ સામે પી.આઈ. વિજયસિંહ પરમારે મોઢા ઉપર માસ્ક નહી પહેરી સરકારની ગાઈડ લાઈનનો ભંગ કરી અને કોર્ટમાં હાજર થયેલ આ બાબત ડીસ્ટ્રીક્ટ જજને ધ્યાનમાં આવતા વિદ્વાન ન્યાયધીશ આર.ટી. વચ્છાણીએ પી.આઈ.ને મૌખીક ઠપકો આપી રૂા.1000/- નો દંડ વસુલ કરવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત આ અંગેની જાણ પાટણના રેન્જ આઈ.જી. તથા પાટણના જીલ્લા પોલીસ અધિકારીને આ બાબતની જાણ કરવા તથા યોગ્ય પગલા લઈ અને ભાવનગર કોર્ટને જાણ કરવા હુકમ કર્યો હતો. આમ પી.આઈ. કક્ષાના અધિકારીએ પણ કાયદાનું પાલન ન હોય અને બેજવાબદારી પુર્વકનું વર્તન કરતા કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈને સમાજમાં એક ઉદાહરણ પુરૂ પાડવા પી.આઈ. કક્ષાના વ્યક્તિ સામે પગલા લીધેલ છે. આ ઘટનાની કોર્ટ સંકુલમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

Related posts

નાના વરનોરામાં આડા સંબંધમાં આડખીલીરૂપ બનતી પત્નીની ગળું કાપી પતિએ નિર્મમ હત્યા નિપજાવી લાશને કૂવામાં ફેંકી દીધી…

Kutch Kanoon And Crime

ભાજપના દિગ્ગજ અને નખત્રાણા વિસ્તારના ભરત સોનીએ આપ્યું રાજીનામુ

Kutch Kanoon And Crime

લોકડાઉનનું લોક ખુલતા જ ભચાઉમાંથી અડધા કરોડ રૂપિયા જેટલો દારૂ પકડાયો : પૂર્વ કચ્છ LCBને સફળતા

Kutch Kanoon And Crime

Leave a comment