Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની હત્યાના આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છ દિવસના જામીન મળ્યા.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની હત્યાના આરોપમાં જેલવાસ ભોગવતા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને તેમના પુત્ર સિદ્ધાર્થના લગ્ન પ્રસંગે છ દિવસના જામીન મળ્યા હતા. આ સાથે જ છબીલ પટેલની જામીન મુક્તિ દરમિયાન તેમની સાથે એક એ.એસ.આઇ અને બે પોલીસ કોન્સ્ટેબલ સાથે રહેશે આ સાથે છબીલ પટેલને જામીન અપાયા છે. નોંધનીય છે કે આ અગાઉ છબીલ પટેલે પુત્રના લગ્ન પ્રસંગને લઇને લગ્નની તૈયારી માટે એક મહિનાના જામીન માગ્યા હતા અને લગ્ન દરમિયાન જેલની અંદર રહેવાથી બદનામી થશે તેમ જણાવી અદાલત પાસે જામીન માગ્યા હતા પરંતુ અદાલતે એમ કહીને જામીન નામંજૂર કર્યા હતા કે તેમના પર લાગેલો ગંભીર આરોપ અને તેના કારણે પિતા-પુત્રને જેલમાં જવાથી થવાની હતી એટલે બદનામી થઈ ચૂકી છે તેથી હવે બદનામ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી લગ્નની તૈયારીને સંબંધ છે ત્યાં સુધી પરિવારના અન્ય સભ્યો તૈયારી કરી શકે છે તેમ જણાવીને અદાલતે જે તે વખતે એક મહિનાના જામીન ના મંજૂર કરતા પુત્રના લગ્ન સમયે જામીન માટે અલગથી અરજી કરવાની સુચના આપી હતી તેથી ફરીથી જામીન માટે અરજી કરતા અદાલતે ૬ દિવસના જામીન મંજૂર કર્યા છે પરંતુ તે દરમિયાન છબીલ પટેલની સાથે ત્રણ પોલીસ કર્મચારી રહેશે એવી સુચના સાથે આજે જામીન પર મુક્ત કરાયા છે. નોંધનીય છે કે આ અગાઉ જયંતિ ભાનુશાલી હત્યાના આરોપમાં જેલની અંદર રહેલ જયંતિ ઠક્કરને એક મહિનાના જામીન પર મુક્ત કરાયા હતા આ એક મહિનાના જામીનની મુદત પુરી થતા જયંતિ ઠક્કરએ વધારાના પંદર દિવસના જામીન માગ્યા હતા પરંતુ અદાલતે વધારાના જામીન આપવાની ના પાડી દીધી હતી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ફ્રિજ પર રાખેલો ફોન પડી જવાથી તૂટી જતાં પત્નીને જીવતી સળગાવી નાખનાર પતિને આજીવન કેદની સજા

Kutch Kanoon And Crime

કોરોના મહામારીની ચિંતા વચ્ચે કચ્છ સીમાએથી 150 કરોડ રૂપિયા જેટલો હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ

ભુજથી રાજકોટ બદલી થયેલ ફાયર ઓફિસર અનિલ મારુ 1 લાખ 80 હજારની લાંચ લેતા ઝડપાયા…

Kutch Kanoon And Crime

Leave a comment