પોલીસ પ્રશાસનની માઠી દશા બેઠી હોય તેમ પ્રથમ ભુજ એ/ડિવિઝન પોલીસ મથકમાંથી પોસ્ટ કૌભાંડનો આરોપી નાસી ગયા બાદ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ જે.આઈ.સી. માંથી ચકમો આપીને નાસી જનાર બાંગ્લાદેશી કેદી સામખિયાળી નજીક પકડાયો હતો. આ ચકચાર સમી નથી ત્યાં આજે ગળપાદર જેલમાંથી સારવાર માટે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં લઇ અવાયેલો ચોરીના ગુનાનો આરોપી જોબનસિંગ જાટ પોલીસને ચકમો આપી રસ્તે પસાર થતાં એક બાઈક ચાલકને પાડી દઇ બાઇક લઇને નાસી ગયો હતો. નાસી ગયેલા આ શખ્સને પકડી પાડવા ચોમેર દોડધામના અંતે આખરે નાસી ગયેલો આરોપી ભચાઉ નજીકથી મળી આવ્યો હતો જેની સામે ભુજ બી/ડિવિઝન પોલીસ માટે ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પોલીસને ચકમો આપી નાસી જવાની આ ત્રીજી ઘટના બની છે ત્યારે સવાલ એ થાય કે શું આરોપીઓને પોલીસ કે કાયદાની કોઈ બીક જ નથી..? ત્યારે પોલીસ પ્રશાસનની બેદરકારી છે કે કેમ આ અંગે તર્ક-વિતર્ક વહેતા થયા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334