Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutch

ભચાઉના માય ગામે જમાઈની હત્યા કેસમાં આરોપીઓને ઝટકો : સરકારી વકીલ ડી.બી. જોગીની ધારદાર દલીલ કામે લાગી

ભચાઉના માય ગામે દીકરીને ત્રાસ આપતા જમાઈને સબક શીખવવા અન્ય સાથી સાથે મળી ધોકાથી ઢોર માર મારી તેની હત્યા કરનારા સસરાની નિયમિત જામીન અરજી ભચાઉ કૉર્ટે આજ રોજ ફગાવી દીધી છે. આ હત્યાનો બનાવ 15મી ડિસેમ્બર 2019ની રાત્રે બન્યો હતો જેમાં મરનાર મામદ ઊર્ફે પપ્પુ ઓસમાણ ખલીફા તેના સસરાના ગામમાં સ્થાયી થયો હતો. જમાઈ અવાર નવાર પત્ની-બાળકો સાથે ઝઘડો કરી મારકૂટ કરતો હતો તેવામાં પતિના ત્રાસ અંગે દીકરીએ પોતાના પિતાને જણાવતા પિતા ઉશ્કેરાયેલા પીતા લતીફ ઓસમાણ ખલીફાએ ગામનાં કિશોરસિંહ જાડેજા નામના અન્ય શખ્સ સાથે મળી જમાઈને ઢોર માર માર્યો હતો. તેવામાં ગંભીર ઈજાથી જમાઈનું મોત થયું હતું. આ હત્યા કેસમાં ચાર્જશીટ થયા બાદ લતીફે રેગ્યુલર જામીમ માટે અરજી કરી હતી. જેને ભચાઉ કૉર્ટે ફગાવી દીધી છે. જેમાં સરકારી વકીલ ધનસુખભાઈ બી. જોગીની ધારદાર દલીલોએ આરોપીની જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી તો અગાઉ કિશોરસિંહની જામીન અરજી પણ નામંજૂર થયેલી છે.

અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

નહેરુ યુવા કેન્દ્ર મુન્દ્રા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન 2020 અંતર્ગત કચરા પેટી અર્પણ કરાઈ

Kutch Kanoon And Crime

ભુજ તાલૂકાના સુખપર ગામના 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા

Kutch Kanoon And Crime

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનાં વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ૧૬ ઓક્ટોબરથી કરશે ઉગ્ર આંદોલન..

Kutch Kanoon And Crime

Leave a comment