Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મી કપિલ દેસાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપમાં પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મચારી કપિલ અમૃતભાઈ દેસાઈને અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. અદાલતે આગામી તારીખ 9 માર્ચ બપોરના ચાર વાગ્યા સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી પોલીસ કર્મી કપિલ અમૃતભાઈ દેસાઇની ધરપકડ બાદ આજે તપાસનીશ અધિકારી જે.એન. પંચાલે આરોપીને અદાલતમાં રજુ કરી દસ દિવસની રિમાન્ડની માગણી કરી હતી જેની દલીલો અદાલતે સાભળ્યા બાદ આ આરોપીના ત્રણ દિવસના એટલે કે 9 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસનીસ અધિકારી દ્વારા આ આરોપીને રિમાન્ડ પર લઈ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાશે જેમાં આ આરોપની ભૂમિકા કેટલી છે તેમજ અન્ય ફરાર આરોપી પોલીસ કર્મચારીઓ અંગેની વિગત જાણવા પ્રયાસ કરવામાં આવશે. નોંધનિય છે કે પકડાયેલા કપિલ અમૃતભાઈ દેસાઈના ઘરમાંથી દારૂની બોટલો અને રોકડ 1.50. લાખ રોકડ મળી આવ્યા હતા જેનો કેસ તેના પર કરવામાં આવેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે કે તેની પાસે 1.50. લાખ રોકડા ક્યાંથી આવ્યા છે.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં કોરોના વાયરસ સામે તંત્ર સાબડું : માતાનામઢ, ના.સરોવર, કોટેશ્વર, તેમજ ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી બંધ : ભુજ સ્વામિનારાયણ મંદિર 22 માર્ચના બંધ

Kutch Kanoon And Crime

મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના ગુનાના ફરાર બંને આરોપીને ગણતરીના સમયમમાં પકડી પડાયો

ભુજ તાલુકાના નાના વરનોરામાંથી ગેરકાયદેસર કતલખાનું પકડી પાડતી બી/ડીવીઝન પોલીસ

Kutch Kanoon And Crime

Leave a comment