ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડને લઈને ગઈકાલે ધરપકડ કરાયેલા આરોપી દ્વારા પોલીસને ચકમો આપવાના પ્રયાસ પછી ગણતરીના કલાકમાં આરોપી ઝડપાઈ ગયા પછી આજે સંબંધિત આરોપી સચિન ઠક્કરની પત્ની એવી નાની બચત પોસ્ટ ખાતાની એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કર અને તત્કાલીન બ્રાન્ચ પોસ્ટ માસ્તર બિપીન રાઠોડ પોલીસ સમક્ષ હાજર થતાં બંનેની ધરપકડ કરી લેવાઇ છે. આજે આ કૌભાંડના સૂત્રધાર મનાતા નાની બચત એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કર એકા એક પોલીસ સમક્ષ પ્રગટ થતા તેમની ધરપકડ કરી લેવાઇ છે સાથે સાથે કથિત કૌભાંડ મામલે સસ્પેન્ડ થયેલા તત્કાલીન બ્રાન્ચ મેનેજર બીપીન રાઠોડની પણ ધરપકડ કરી લેવાઇ છે. ગઈ કાલે અગાઉ પકડાયેલા આરોપી સચીન ઠક્કરના રિમાન્ડ બપોરે પુરા થતા હતા તે પહેલા જ પોલીસ લોકઅપમાંથી પોલીસની નજર ચૂકવીને નાસી જવાની ઘટના બાદ ગણતરીના કલાકોમાં આરોપી પકડાઈ ગયા પછી તેને જેલ હવાલે કરાયાના બીજા દિવસે એટલે કે આજે આરોપી પતિની પત્ની પણ પોલીસ સમક્ષ હાજર થઇ જતા આ ઘટનાક્રમે રહસ્યના તાણા-વાણા સર્જ્યા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334