પોતાના ભ્રષ્ટ આકાઓના ઇશારે નિર્દોષોને ખોટી રીતે ફિટ કરી ઢોર માર મારી પૈસાનું સેટિંગ કરી તોડ કરનારા મુન્દ્રા કસ્ટોડીયલ ડેથના મુખ્ય ત્રણ આરોપીઓ એવા પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કનાદને વિતેલ દિવસો યાદ આવ્યા હોય તેવી ચર્ચાઓ થવા લાગી છે ચર્ચા એમ થવા લાગી છે કે આ આરોપીઓ એવા ત્રણ પોલીસ કર્મચારીઓ જ્યારે મુન્દ્રામાં ફરજ પર હતા ત્યારે માણસાઈ જેવું ક્યારે પણ રાખ્યું નથી. આ ત્રણ આરોપીઓ એવા પોલીસ કર્મચારીઓ ફક્ત પૈસા અને પૈસાના જ ભૂખ્યા હતા હવે આ ત્રણે જે બે નંબરના તોડ કરીને પૈસા ભેગા કર્યા છે તેજ પૈસા તેઓને કામ નથી લાગ્યા અને તેઓના પાપનો પર્દાફાશ થયો છે અને સતત A/Cની હવા ખાવાના શોખિન એવા આ ત્રણેની સમાઘોઘાના બે ગઢવી યુવાનોની હત્યા પ્રકરણમાં અટક થયા બાદ નવ દિવસના રિમાન્ડ બાદ આજે સવારે તેઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ ત્રણેને જેલ હવાલે કરી દીધા છે. મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટડિયલ ડેથ મામલે લાંબા સમય સુધી નાશતા રહેલા અને બાદમાં ભાવનગર ખાતેથી પકડાયેલ ત્રણ આરોપી પોલીસ કર્મીઓ શક્તિસિંહ ગોહિલ, જયદીપસિંહ ઝાલા અને અશોક કનાદના આજે રિમાન્ડ પૂર્ણ થતા અદાલતમાં રજૂ કરાયા બાદ અદાલત દ્વારા અપાયેલ આદેશના પગલે ત્રણેય આરોપીઓને પાલારા જેલ હવાલે કરાયા હતા. જોકે આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન શું વિગત બહાર આવી છે તે અંગે કોઇ સ્પષ્ટતા થઈ નથી પરંતુ આ ત્રણેય આરોપીઓની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અનેક વિગતો બહાર આવ્યાનુ માનવામાં આવે છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334