ગઈકાલે માંડવી P.I., એન.કે. રબારી અને તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક તુફાન ગાડીમાં લઈ જવાતા અંગ્રેજી શરાબ અને બીયરની બોટલો સાથે ગાડી ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે સહ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો આ બાબતે માંડવી પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી નાસી જનાર આરોપી સહિત બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. માંડવી P.I., એન.કે.રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈ રાત્રી દરમિયાન પોલીસ પાર્ટી નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક લાલ કલરની GJ 12 T 1886 વાળી તુફાન ગાડીમાં દારૂની બોટલો આવતી હોવાની બાતમી મળ્યા બાદ ગોકુલ વાસ પાસે રોડ પર વોચ ગોઠવાતા બાતમી વાડી તુફાન ગાડી આવતા પોલીસે તેને આંતરી ઇનાયત હુસેન બ્લોચ નામના ઈસમને પકડી પાડ્યો હતો. જ્યારે ગાડીમાં બેઠેલો સહ આરોપી હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા રહેવાસી દુર્ગાપુર વાળો નાસી ગયો હતો દરમિયાન ગાડીની તલાસી લેવાતા ગાડીમાંથી રૂપિયા 26,600/- ની કિંમતની અંગ્રેજી શરાબની બોટલ નંગ 76 તથા 4800/- ની કિંમતના બીયરના ટીન નંગ 48 મળી આવ્યા હતા આ અંગે પકડાયેલ આરોપી ઈનાયત બ્લોચ ની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો અંજારના વીજય ગઢવી પાસેથી આવ્યાની હકીકત સામે આવી હતી આ અંગે ઇનાયત હુસેન બ્લોચ રહેવાસી માંડવી ધવલ પાર્ક ઉપરાંત હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા રહેવાસી દુર્ગાપુર અને વિજય ગઢવી રહેવાસી અંજાર વાળા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ છે. આ કામગીરીમાં P.I., એન. કે. રબારી સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલ જોષી, લીલાધર વાઘેલા, દિલીપસિંહ સિંધવ, તથા સંજય ચૌધરી વગેરે સાથે રહ્યા હતા.
સ્ટોરી સુનીલ મોતા માંડવી દ્વારા
પ્રકાશીત નીતેશ ગોર – 9825842334