અબડાસા તાલુકાના વિઝાણ ગામે આજે સમી સાંજે યાકુબ લુહાર નામના એક યુવાનની કરપીણ હત્યાએ સનસનાટી મચાવી દીધી છે જોકે આ હત્યા કયા કારણે થઈ છે અને હત્યા કરનાર કોણ છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ આ હત્યાના પગલે કોઠારા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે તો પશ્ચિમ કચ્છ નખત્રાણા ડી.વાય.એસ.પી., પણ વિઝાણ ગામે જવા રવાના થયાનું જાણવા મળે છે આગળની વધુ વિગતો મેળવાઈ રહી છે. હત્યાની આ ઘટના સંદર્ભે ગામના બે યુવકોને રાઉન્ડઅપ કરી લેવાયા છે બંને યુવકો મરણ જનારના મિત્રો હોવાનું જાણવા મળે છે અને નાણાકીય બાબત સંદર્ભે આ હત્યા થયાનું માનવામાં આવે છે રાઉન્ડઅપ થયેલા બને યુવકો હિંગોરા સમાજના હોવાનું જાણવા મળેલ છે
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334