મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ કાંડના આઠ જણા પર ફરિયાદ થયા બાદ છ પોલીસ કર્મચારીઓની આ હત્યામાં સામેલગીરી જણાતા તેમાંના એક પી.આઈ. અને એક જી.આર.ડી. જવાનની ધરપકડ થયા બાદ પાંચ પોલીસ કર્મચારીઓ હજુ સુધી ફરાર હોઈ તેમની સામે પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા જારી કરાયેલ એક યાદી મુજબ અગર કોઈ તેઓને આશરો આપશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ત્રણ આરોપી શક્તિસિંહ ગોહિલ, જદેવસિંહ ઝાલા, અને અશોક કનાદ આ ત્રણેને આશરો આપનાર તેમનો મિત્ર નરવીરસિંહ ગણપતસિંહ સરવૈયાનું નામ ખુલતા તેની તપાસ કરી આ નરવીરસિંહ સરવૈયાએ આ ત્રણેને મદદગારી કરી આશરો આપ્યો હતો જે અનુસંધાને પશ્ચિમ કચ્છ પોલીસે તેની રાજસ્થાના માઉન્ટ અબુથી ધરપકડ કરી લીધી છે હવે આ કસ્ટોડીયલ ડેથકાંડના મૂળિયા ક્યાં ક્યાં પથરાયેલા છે તે ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે આ સરવૈયા આ ત્રણે આરોપીના સમર્પકમાં ક્યારથી આવ્યો છે અને આ સરવૈયા હકીકતે શક્તિસિંહ ગોહિલ કે જયદેવસિંહ ઝાલાનો મિત્ર છે કે પછી આ સરવૈયા પાસે બીજી કોઈ અદ્રશ્ય શક્તિએ આશરો લેવા માટે કહેલ હતું..? આશરો આપનાર સરવૈયાનું ભૂતકાળ તપાસાય તો ક્ચ્છ વાય આબુ અને હવે ક્યાં..? તેની હકીકત મળશે અને આ આ સરવૈયાની બાતમી આપનાર વ્યક્તિ કોણ હતો તેની પણ તપાસ થવી જોઇએ તેવી લોક મુખે ચર્ચાવા લાગ્યું છે.
ત્યાર બાદ જેની કાર લઈને માજી સરપંચ ભાગ્યો એ કાર ચાલકની પણ ધનિષ્ટ તપાસ થવી જોઈએ.
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334