અંજાર ખાતે વેલસ્પન કંપની નજીક આવેલ SBI બેન્કના ATM સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના ભાભોરના વતની અને વર્ષામેડી રહેતા ૨૧ વર્ષના નવીન મણિલાલ સોલંકી નામના યુવાનની આજે સવારે ATM સેન્ટરમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે આઠ વાગ્યાના અરસામાં ATM સેન્ટરમાં કોઈ વ્યક્તિ જતા ત્યાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને મૃત હાલતમાં જોતા પોલીસને જાણ કરાઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા નવીન સોલંકી નામના 21 વર્ષીય સિક્યુરિટી ગાર્ડની લાશ હોવાનું પ્રસ્થાપિત થતાં બેંક કર્મચારીઓ દ્વારા તેના પરિવારજનોને જાણ કરાઇ હતી. અંગેની જાણ થતાં મૃતકના સાળા મુકેશ અંબાલાલ સોલંકી પહોંચી આવતા તેણે તેને ઓળખી કાઢ્યો હતો અને મુકેશની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી મૃતકની લાશને પીએમ માટે મોકલી આ હત્યા લૂંટના ઇરાદે થઈ છે કે અન્ય કોઈ કારણે તથા હત્યારા કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે પોલીસે ATMના CCTV કેમેરાની છાનબીન પણ હાથ ધરી છે આ ઘટનાએ અંજારમાં સનસનાટી મચાવી દીધી છે.
અહેવાલ : પૂર્વ ક્ચ્છ બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334