PGVCL સાથે મળીને વીજ કનેક્શન ચેક કરાવ્યા સાથે સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી…
અબડાસાના વાયોર પોલીસ સ્ટેશનના સ્ટાફે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટાફે PGVCLની ટીમને સાથે રાખી વાયોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુલ 13 અસામાજિક તત્વોના વીજ કનેક્શન ચેક કરાવ્યા હતા. શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 2 શખ્સો – (1) ગોવિંદ જાફર કોલી, રહે. વાયોર અને (2) રામા ઉર્ફે ભીખા ફકીરા કોલી, રહે. ચરોપડી મોટી, ના ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત પ્રોહીબીશન બુટલેગર તરીકે ઓળખાતા સુમિત ઉંમર કોલી, રહે. વાયોરને રૂ. 2500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા પચાણ દેવાભાઈ મારવાડા, રહે. ઉકિર તથા હાજી હુસેન મીયાજી, રહે. વલસરા, ના પણ વીજ કનેક્શન ચકાસી લાયસન્સ વગરના કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા અને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આવા તત્વો સામે નિયમિત રીતે કડક પગલાં લેવામાં આવશે જેથી વિસ્તારમાં શાંતિભંગ ન થાય અને લોકો દ્વારા કાયદાનું પાલન કરવું પડશે તે સમજાય જાય.
અહેવાલ કિશોરસિંહ જીવણજી જાડેજા વાયોર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334