૨૨મી જૂને મંગલમ વિસ્તારમાં આવેલ HDFC બેંકના ATMમાં દેશી તમંચાથી ફાયરિંગ કરીને થયેલા લૂંટના પ્રયાસના આરોપમાં પકડાયેલ ભુજની હેમલ ટ્રાવેલ્સના સંચાલક કલ્પેશ દેવેન્દ્રભાઈ માણેકનું ગત રાત્રે રાજકોટ ખાતે મૃત્યુ થયું હતું. કલ્પેશ માણેક હાઇ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. ભુજની પાલારા જેલમાં રહેલા કલ્પેશને ડાયાબિટીસ હાઈ થઈ જતા પ્રથમ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તબિયત વધુ લથડતા તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન ગત રાત્રિ દરમિયાન મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે ગત 22 જૂને મધ્ય રાત્રે ભુજના સંસ્કાર નગર મંગલમ ચાર રસ્તા નજીક આવેલ HDFC બેંકના ATMમાં ફાયરિંગ કરીને લુંટનો પ્રયાસ થયો હતો. ત્યાર બાદ તપાસ દરમિયાન પોલીસને CCTVના માધ્યમથી ATMમાંથી લૂંટનો પ્રયાસ કરનાર હેમલ ટ્રાવેલ્સના સંચાલક કલ્પેશ હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન કલ્પેશ રાત્રે ફિનાઈલ પી લેતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો એવી માહિતી મળતા પોલીસ કલ્પેશ પાસે પહોંચી હતી અને તેની ઘનિષ્ઠ પૂછપરછમાં આખરે ATM લૂંટના પ્રયાસનો પર્દાફાશ થયો હતો. દરમિયાન પોલીસે આ બનાવની ઝીણવટભરી તપાસ કરતા બનાવની રાત્રે કલ્પેશ તેની પાસે તરીકે કામ કરતા ઈમામ સમા નામના શખ્સ સાથે બનાવ સ્થળે ગયો હતો અને ATMને તોડવા માટે દેશી તમંચાથી ફાયરિંગ કર્યું પરંતુ તેમાં તે સફળ થયો નહોતો અને ત્યાંથી નાસી ગયો હતો કલ્પેશ ATMમાં જતી વખતે ઓળખ છતી ન થાય તે માટે પીપીઇ કીટ પહેરીને ગયો હતો જે સામાન્ય રીતે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિ માટે વાપરવામાં આવે છે આમ કરીને તેણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી બાદમાં બીજી જુલાઈએ કલ્પેશ જિલ્લા અદાલતમાં જામીન અરજી કરી હતી પરંતુ અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જામીન અરજી નામંજૂર કરી હતી અને તે પાલારા જેલમાં ભરાઈ ગયો હતો નોંધનીય છે કે તેની સાથેનો આરોપી ઈમામ સમા હજુ પકડાયો નથી કલ્પેશ માણેકે પોતાના પર થયેલા કરજને ઉતારવા ATM લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
નિતેશ ગોર – 9825842334